________________
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
ગામેધ તથા અશ્વમેધાદિક યજ્ઞાથી સમસ્ત દેવાને પ્રસન્ન. કરવા એ પણ ધર્મ જ છે.' આમ વાત ચાલે છે. એવામાં ચાર્વાકમતાનુયાયી કોઈ દુરાત્મા ખેલ્યા કે- સ્વર્ગ, મેાક્ષ, પુણ્ય, પાપ તથા જીવ-એ બધાં આકાશપુષ્પસમાન છે.’
૨૨૪
આ પ્રમાણે પરસ્પર વિરૂદ્ધ એવાં તેમનાં વચને સાંભળીને સુધર્માંમાં જેની મતિ દૃઢ થયેલી છે એવા રાજાએ તેમને તત્ત્વમાના અજ્ઞાત માની લીધા. એવામાં દ્વારપાળે આવી રાજાને પ્રણામ કરીને વિજ્ઞપ્તિ કરી કે હે વિભા ! ચક્રવાક જેમ સૂર્યને, ચકાર જેમ ચંદ્રને અને મયૂર જેમ મેઘને ચાહે તેમ હાથમાં ભેટ લઈને દ્વાર આગળ ઉભા રહેલ કાંતિમાં કામદેવ સમાન કઈ નિક આપને મળવાને ચાહે છે.” તે સાંભળીને રાજાએ તેને રાજસભામાં આવવા દેવાના આદેશ કર્યા, એટલે તેણે રાજસભામાં આવી રાજા પાસે ભેટ મૂકીને રાજાને પ્રણામ કર્યા, એટલે પેાતાના પરમ મિત્ર એવા તેને જોઈ ને પ્રસન્ન થયેલા રાજાએ મધુર વચનથી તેના સત્કાર કરી કહ્યું કે—હૈ ભદ્ર ! તને કુશળ છે ? આજે બહુ કાળે તારી મુલાકાત થઇ. અચાનક કયાંથી આવીને તે મને અત્યારે આનંદ પમાડવો ?’ આ પ્રમાણેના પ્રશ્ન થવાથી તે ખેલ્યા કે— હે વિભા ! મૃગતૃષ્ણાને વશ થયેલા મૃગની જેમ હું લક્ષ્મીના લેાભે ઘણા દેશમાં ભટકયા.' એટલે રાજાએ કહ્યું કે હે મિત્ર ! અનેક દેશેામાં ભમતાં કંઈ કૌતુક તારા જોવામાં આવ્યુ ? ’ તેના ઉત્તરમાં સમસ્ત અંધકારને દૂર કરનાર ચંદ્રકાંતમણિના પ્રૌઢ નાયકઃ
"