________________
રરર શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ચૈત્ય અને જિનબિંબનું કરાવવું, તીર્થસેવા, તપ અને ક્રિયા એ સર્વ જે સમ્યક્ત્વપુર્વક કરવામાં આવે તો તે મહા ફળને આપે છે. આદિનાથ પ્રમુખ જિતેંદ્રો, પુંડરીક પ્રમુખ ગણધર અને ભરત રાજા પ્રમુખ નરેંદ્રો-એ બધા સમ્યક્ત્વના પ્રભાવથીજ મેક્ષે ગયા છે. વળી કૃષ્ણ અને શ્રેણિક પ્રમુખ જિનશાસનમાં પ્રખ્યાત રાજાઓ સમ્યક્ત્વ ગુણથીજ તીર્થંકરપણું પામીને મેક્ષે જશે. સુગુરૂના પ્રસાદથી એ સમ્યક્ત્વ રત્નને મેળવીને જે પ્રાણી શંકાદિ દેષને દૂર કરી તેને નિરંતર પોતાના અંતરમાં ધારણ કરે છે તે પ્રાણી શ્રીનરમ નરેંદ્રની જેમ પ્રૌઢ ભોગસુખયુકત માનિકપણાની લક્ષમીને પ્રાપ્ત કરી પ્રાંતે પરમપદને પામે છે. તે કથા આ પ્રમાણે છે–
નરમ રાજાની કથા આ ભરતક્ષેત્રમાં વિજયા નામે નગરી છે, જ્યાં સર્વ ગૃહસ્થ જન દેવનાં જેવાં સુખ ભોગવે છે. ત્યાં ચંદ્રમાં સમાન કળાવિલાસથી સુશોભિત, સદાચારી અને પ્રજાને આનંદ આપનાર નરમ નામે રાજા રાજ્ય કરતો હતો. વીરશિરોમણિ એવા તે રાજાને “શત્રુઓને પિતાની પીઠ ન આપવી અને પરસ્ત્રીઓને પિતાનું વક્ષસ્થળ ન આપવું – એ બે વસ્તુઓ જ અદેય હતી. જેના ધનુષ્યને અગ્રભાગ નમતાંજ શત્રુઓનાં શિર નમી જતાં અને જેના બાણને અવાજ થતાં શત્રુઓ નિર્જીવ બની જતા હતા. તે રાજાને અસાધારણ લાવણ્યવાળી અને સર્વ સુંદરીઓમાં જાણે