________________
પંચમ પ્રસ્તાવ
૨૨૩
વિધાતાએ જયપતાકા બનાવી હોય તેવી સુદરી નામે રાણી હતી. સર્વ કાર્યોમાં સમથ, પ્રજા તથા રાજાના અ સાધવામાં તત્પર તથા બુદ્ધિના ભડાર મતિસાગર નામે તેના પ્રધાન હતા; તથા પેાતાના પ્રાણ કરતાં પણ પ્રિય, સુજનામાં અગ્રેસર અને સદાચારી એવા મનદત્ત નામે વ્યવહારી તેના પરમ મિત્ર હતા.
એકદા આકાશમાં રહેલા પૂર્ણિમાના ચંદ્રની જેમ પ્રભાયુક્ત તારાગણુરૂપ વિબુધ જનાથી સેવ્યમાન એવા નરવ રાજાએ રાજસભાને અલંકૃત કરી, એટલે પાતપોતાના મતાનુસારે યુક્તિ બતાવીને અનેક વિદ્વાનેા ધર્મ સબંધી વિવિધ પ્રકારે વિવાદ કરવા લાગ્યા. તેમાંના કેટલાક ખેલ્યા કે– આ જગતમાં જે પાપકાર કરવા તેજ ધર્મ છે અને તે કારુણ્ય, વાત્સલ્ય, દાન તથા દાક્ષિણ્ય વિગેરે ભેદથી અનેક પ્રકારે છે.’ કેટલાક ખેલ્યા કે-ધર્મના સંબંધમાં સમુદ્રના જળપ્રવાહેાની જેમ માણસાના વિચારો ભલે પ્રસર્યા કરે, પરંતુ પેાતાના કુળમા ની સેવા એજ ધર્મ છે.’કેટલાક ખેલ્યા કે– વિવિધ તીર્થના જળથી સ્નાન કરવું એજ ધર્મ છે અને ઉત્તમ વસ્તુઓથી સમસ્ત દેવાને તપણુ આપવુ' એ તેને સાર છે. પુરાણ તથા વેદાદિક શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે વિવિધ પ્રકારનાં દાનથી બ્રાહ્મણાની પૂજા કરવી, એકાદશીને દિવસે ઉપવાસ કરવા, યથાશક્તિ માબાપનું ગૌરવ કરવુ, વાવ, સરોવર અને કુવા વિગેરે ખાદાવીને પૃથ્વી પર જળપ્રવાહ પ્રગટ કરવા અને