________________
પંચમ પ્રસ્તાવ
રર૧ તેને સાસ્વાદન સમ્યકત્વ કહે છે, તે સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ છે આવલિ અને જઘન્ય એક સમયની સ્થિતિ હોય છે. ઉદયગત મિથ્યાત્વના મુદ્દગળને વેદનાર જીવને મિથ્યાત્વમેહનીયના ક્ષય અને ઉપશમથી ત્રીજુ લાપશમિક સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. ક્ષપકશ્રેણિ પર આરૂઢ થતાં અનંતાનુબંધીને ક્ષીણ કરી મિથ્યાત્વ અને મિશ્રમેહનીયના. ક્ષયથી ક્ષાયિકની સન્મુખ થઈને જીવ ક્ષીણપ્રાય જે સમક્તિ. મેહનીય તેના ચરમાંશને વેદે, તે ચોથું વેદક સમ્યકત્વ. કહેવાય છે અને ઉપર કહેલી સાતે પ્રકૃતિ સર્વથા ક્ષણ થતાં જીવને ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. એ સમક્તિમાં પ્રાપ્ત થયેલી પરિણામની શુદ્ધિ નિરંતર બની
વળી સક્યત્વ રેચક, દીપક અને કારક-એવા સાન્વય ગુણથી ત્રણ પ્રકારનું પણ કહેવાય છે. દષ્ટાંતાદિક વિના જે જીવને તીવ્ર શ્રદ્ધા ઉત્પન્ન થાય તે રેચક સમ્યક્ત્વ અન્ય પ્રાણીઓને પ્રકાશ આપવા પુરતેજ જે આત્માને નિર્મળ કરે તે દીપક સમ્યક્ત્વ અને પંચાચારની શુદ્ધ ક્રિયા કરવાપણાથી કારક સમ્યક્ત્વ કહેવામાં આવે છે. એ સમ્યકૃત્વમાં એક પણ પ્રકારનું (દીપક સિવાય) સમકિત વિદ્યમાન હોય તે પણ મોક્ષલક્ષમીની પ્રાપ્તિ થઈ શકે છે. તપ જપ તીર્થયાત્રાદિક બધું જે સમ્યક્ત્વપુર્વક કરવામાં આવે તે પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થાય છે એમ શ્રીજિનેશ્વર ભગવત કહે છે. કહ્યું છે કે “ત્રત, દાન, જિનપુજન, જિન.