________________
પંચમ પ્રસ્તાવ
૨૧૯
જિનેશ્વરાએ ગૃહસ્થધમ તથા સાધુધમ એમ એ પ્રકારે હેલ છે. હું મત્રીરાજ ! વિવિધ સપ્રદાયાના નેતાઓએ કહેલ સ ધર્મોમાં આર્હત્ ધર્મ સમ્યગ દયા, ઉત્તમ શીલ અને તીવ્ર તપથી અભિરામ હોવાને લીધે અતિશય પ્રશસ્ત છે. લૌ િશાઓ પરસ્પર વિરોધરૂપ દુર્ગંધથી ભરેલાં છે, તેથી તેમાં કહેલાં વચનેાથી પવિત્ર ધર્મ માર્ગના ખરાખર નિ ય થઈ શકે તેમ નથી. જેમ રત્નખાણમાં પણ પૂના અતિશય પુણ્યથીજ ચિતામણિ રત્ન પ્રાપ્ત થાય છે તેમ ભવસાગરમાં ભમતાં મનુષ્યજન્મમાંજ પ્રાણી અતિ શુદ્ધ સદ્ધર્મને પામી શકે છે. તે ધર્મરૂપ વૃક્ષનું મૂળ સમ્યકત્વ છે, તે તત્ત્વશ્રદ્ધાનરૂપ છે. તે સમ્યકત્વ સ્વભાવથી અથવા ગુરૂગમથી પ્રાપ્ત થાય છે. શકાદિ દોષથી અકલુષિત એવા પ્રાણીને વિશુદ્ધ દેવ, શેરૂ અને ધર્માંમાં જે અંતરંગ ચિ થાય તેને મહાત્માએ સમ્યક્ત્વ કહે છે. કહ્યું છે કે-મારા જિનેશ્વરજ દેવ, ગુણી સાધુજ મારા ગુરૂ અને જિનપ્રણીત તત્ત્વજ મારા ધર્મ-એવી મતિ તે સમ્યક્ત્વ કહેવાય છે.’ તેના પાંચ ભેરુ છે. પ્રથમ ઔપશમિક, બીજી સાસ્વાદન, ત્રીજું ક્ષાયેાપશમિક, ચેાથુ વેદક અને પાંચમુ ક્ષાયિક. તેમાં ઔપશમિક સમ્યક્ત્વ એ પ્રકારે પ્રાપ્ત થાય છે. અનાદિ મિથ્યાત્વી જીવને ગ્રંથિભેદથી થાય છે અને ઉપશમશ્રેણિમાં માહના ઉપશમથી પ્રાપ્ત થાય છે. તેમાં ગ્રંથિભેદ આ પ્રમાણે થાય છે-જિનેશ્વરાએ સ'સારી જીવને આશ્રીને જ્ઞાનાવરણીય દનાવરણીય, વેદનીય અને અંતરાય ક્રમની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કાટાકાટી સાગરાપમની, માહનીય કર્મીની સિત્તેર