________________
૨૧૭
પંચમ પ્રસ્તાવ
પંચમ પ્રસ્તાવ
એક દિવસે પ્રભાતે પદ્માકરની જેમ સજ્જનાને આનદ આપનાર શ્રીમાન્ વસ્તુપાલ મંત્રીશ્વર જાગ્રત થઈ પ્રાત; કૃત્ય કરીને શ્રીભરતેશ્વરની જેમ તે રત્નદર્પણમાં પેાતાનુ મુખકમળ જોવા લાગ્યા, એવામાં પેાતાના કર્ણે પાસે મસ્તકપર શેષનાગના શરીર સમાન ઉજ્જવળ એવું એક પલિત (શ્વેત વાળ) જોઈને તેણે વિચાર કર્યો કે-“અહા ! કઈ કળાનેા અભ્યાસ ન કર્યાં, કંઈ તપશ્ચરણ ન કર્યુ અને સુપાત્રે કંઇ દાન પણ ન દીધુ. એવામાં આ મધુર યૌવનઅવસ્થા ચાલતી થઈ. પ્રતિદિન સૂર્યના ગમનાગમનથી જીવતના ક્ષય થતા જાય છે, ભારે કર્મબંધ થાય તેવા વ્યાપાર કરતાં જતે વખત જણાતા નથી, અને જન્મ, જરા ને મરણ પ્રમુખને જોતાં ત્રાસ પણ થતા નથી. અહા ! માહ અને પ્રમાદરૂપ મદિરા પીને આ જગત માન્મત્ત બની ગયુ· લાગે છે. આયુ, યૌવન અને વિત્તના નાશ થયા પછી જેવી મતિ પ્રગટે છે, તેવી મતિ જો પૂર્વે ઉત્પન્ન થતી હાય તે પરમપદ દૂર નથી. શિરપર જરા આરોહણ કરતી વખતે તા તે સધથી કઇક ઉંચી રહે છે, પણ તે જ્યારે ખરાઅરે આરૂઢ થાય છે ત્યારે તે સ્કધ સાથે અડી જાય છે અને મસ્તક નીચે નમી જાય છે. લેાકેા મને પૂછે છે કે
6
તારા શરીરે કુશળ છે ?' પણ અમારે કુશળ કયાંથી? કેમકે દિવસે દિવસે આયુ તા ક્ષીણ થતું જાય છે. આશ્ચર્યનુ કારણ ન થયા ?
શ્રીમાન શાલિભદ્ર કાને