________________
૨૧૬
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
આપતાં છતાં તમે શ્રીમાન્ ગણાયા એ તમારી ખ્યાતિ આશ્ચર્ય ઉપજાવે તેવી છે. કૃપણુતાના દોષથી જે પેાતાના ધનને ઘરના ભેાંયરામાં દાટી મૂકે છે, તે પુરુષને આલાક કે પલાકમાં તે ધનના લાભ મળી શકતા નથી અને તે પારકાના હાથમાં જાય છે. પણ હું મત્રીરાજ! તમે તે આ ભવમાં પેાતાની લક્ષ્મીને સુપાત્રે વ્યય કરી તેને સફળ કરા છે, તેથી અન્ય જન્મને માટે પણ તેનું તમે આકર્ષણ કરા છે.’ કવીંદ્રોમાં હસ્તી સમાન એવા તે વિરાજે કરેલી સ્તુતિ સાંભળીને મંત્રીશ્વરે પરિવારસહિત તે કવીંદ્રને આઠ હાથી, યાગ્ય વર્ષાસન, આઠ હજાર સૈાનામહાર તથા નામીચા અવા આપ્યા અને પેાતે જગતમાં ‘કવિકલ્પવૃક્ષ’ એવી ખ્યાતિને પામ્યા.
એ પ્રમાણે શ્રીસ્ત’ભતીપુરમાં જિનભવના, શિવભવના, ધર્મશાળાઓ, માટી જિનપૂજાઓ, સંઘપૂજા, કવિઆને તથા સુજ્ઞ જાને અભીષ્ટ દાન વિગેરે સત્કૃત્યા કરતાં અને સત્પુરુષામાં હ વધારતાં રાજાઓને માનનીય એવા વસ્તુપાલ પ્રધાને સદ્વિવેક પૂર્ણાંક પાંચ કોટિ દ્રમના વ્યય કરી પેાતાની સમૃદ્ધિને સફ્ળ કરી.
इति श्री महामात्यश्रीवस्तुपालचरित्रे धर्ममाहात्म्य प्रकाशके श्रीतपागच्छाधिराजश्रीसोमसुंदर मृरिश्रीमुनिसुंदरसूरिश्रीजयचंद्रसूरि शिष्य पंडित श्री जिन हर्षगणिकृते हर्षा श्रीस्तंभतीर्थसाम्राज्यराजाधिराजश्रीशंखविजय नानाधर्मकार्यवर्णननामा ચતુર્થઃ પ્રસ્તાવઃ || o ॥