________________
ચતુર્થાં પ્રસ્તાવ
૧૬૩
ખુટી ગયાં, એટલે તેમની વચ્ચે મુામુષ્ટિ અને કચાકચી (કેશાકેશી) યુદ્ધ ચાલ્યું. તે વખતે આકાશમાં રહીને તેમના યુદ્ધને જોનારી અપ્સરાએ પોતાનાં નેત્રાના અનિમેષપણાને સફળ માનવા લાગી. એવામાં સામતને યમધામમાં પહોંચાડીને ભુવનપાલ સંગ્રામસિંહની સાથે યુદ્ધ કરવાને તત્પર થયા, એટલે શખ રાજાએ ખડ્ગના પ્રહારોથી તેના શરીરને ખંડ ખંડ કરી નાખ્યું, પરંતુ ભુવનપાલના પુરુષાર્થને તે ખતિ કરી શકયા નહી. રણભૂમિમાં થયેલા ભુવનપાલના મરણને સાંભળીને પ્રધાન પોતે તે વીરની સાથે અદ્ભુત યુદ્ધ કરવા લાગ્યા, એટલે પેાતાના અસ્થિર પ્રાણાના બદલામાં સુસ્થિર યશ લેવાની ઈચ્છાથી તરવારને ધારણ કરીને વીરમ નામે વીર સમરાંગણમાં ધસ્યા. વિજયલક્ષ્મીને વરવાને આતુર એવા શ’ખના પદાતિ જયંત તથા મંત્રીને પાતિ વીરમ-એ અને સામસામે યુદ્ધ કરતાં મરણ પામ્યા અને સામતસિંહ રાજાએ ઉત્કટ સુભટ તથા મહાબળિષ્ઠ એવા રસિ’હ નામના સંગ્રામસિંહના ભાઈને યુદ્ધમાં ઠાર કર્યાં. આથી દ્વિગુણુ ક્રેાધાયમાન થઈ શખ રાજાએ સામતસિહને તીક્ષ્ણ માણેાથી વીંધી નાખ્યા, એટલે તરતજ તે પણ મરણ પામ્યા. એવામાં ત્રિલેાકસિહે સંગ્રામસિંહના ભાઈ વીરસિંહ નામના મહાવીરને ઘાયલ કર્યાં અને તે મરણ પામ્યા. કદલીના ગર્ભ સમાન કમળ અને કમળ જેવું મુખ છે, એવા કુ કણ દેશના રાજા તે મ`ત્રીરૂપ સૂર્યના પ્રતાપ જ સહન કરી શકયા નહી. એટલે ચાલ્યા જ ગયા.