________________
ચતુર્થ પ્રસ્તાવ થાઓ અને લોકે સર્વત્ર સુખી થાઓ.” આ પ્રમાણે કહીને સેમકુળમાં સૂર્ય સમાન એવા તે મંત્રીશ્વરે સંઘ સમસ્ત તથા પિતાના અનુજ બંધુ સાથે ઉપાશ્રયમાં આવીને દુરિતને દૂર કરનાર એવા સર્વ આચાર્યોને વિધિપૂર્વક વંદન કર્યું. પછી ત્યાં મઠાધિકારી હેવાથી અન્ય આચાચેએ મલવારી મઠાધિપને ઉપદેશ આપવાનો આદેશ કર્યો. એટલે તે આ પ્રમાણે બાલ્યા – “મિનારે સંસારે, સારું સારાવના” .
“આ અસાર સંસારમાં એક સારંગ લોચના (સ્ત્રી) જ સારરૂપ છે. આ પ્રમાણે તે અર્ધ શ્લેક બેલ્યા કે તરત જ મંત્રી તેને હાથથી પ્રણામ કરી વિરક્ત હૃદયથી ઉઠીને બહાર ચાલ્યા ગયા. પછી અનુકેમે સમસ્ત ચિત્યેની અર્ચા કરીને મંત્રીશ્વરે જિનશાસનને સર્વમાન્ય બનાવી દીધું. ત્યાર પછી ત્યાં આઠ દિવસ જિનપૂજાદિ મહેત્સ કરતાં પોતાના જન્મને સફળ કરી કણુ રાજાની જેમ કલિયુગમાં પિતાની અનઘ દાનલીલાને પ્રગટ કરવા મંત્રીરાજે ખાસ ઉદ્દષણા કરાવીને તમામ યાચકને ત્યાં બેલાવ્યા એટલે ત્યાં આવેલા સેમર ભટ્ટ વિગેરે પ્રસિદ્ધ કવિવરેએ મંત્રીન્દ્રનાં ગુણગાન કર્યા કે
“હે વસ્તુપાલ ! તમારા શિર પર જિનાજ્ઞા, મુખમાં સરસ્વતી, અંતરમાં કૃપા, કરકમળમાં લક્ષ્મી અને દેહમાં કાંતિ વિલાસ કરે છે. આ જોઈને કીર્તિને શું ગુસ્સે ચડયો
૧૩
.