________________
. આ ચતુર્થ પ્રસ્તાવને ૨૧૩ તેમજ ચારિત્રથી પવિત્ર એવા મુનિઓને માટે જાણે સંસારસાગરની નૌકા હોય તેવી પાંચ વસતિ (ઉપાશ્રય) કરાવી, અને જૈન સાધુઓના નિવાસને માટે ત્યાં તેણે સ્વર્ગના વિમાન કરતાં પણ રમણીય એવી અનેક પૌષધશાળાએ કરાવી. ' લોકોના ઉપકારને માટે કુવા, બગીચા, પરબ, તળાવે, વાડીઓ, બ્રહ્મપુરી તથા શિવમઠ વિગેરે કરાવ્યા. તેમજ પિતાના સ્વામીના અંતરરૂપ મહાસાગરને આનંદ પમાડવામાં ચંદ્રમંડળી સમાન શિવાલય વિગેરે સત્કૃત્યેની મંડળી (ણિી પણ કરાવી અને તે તંભતીર્થપુરની પાસે મહી નદી અને સાગર સંગમ થવાના સ્થાને શંખરાજાના સંગ્રામમાં પતિત થયેલા રાજાઓના શ્રેયનિમિત્તે દશ દેવકુળ કર્યા. કહ્યું છે કે-“શખરાજાના સંગ્રામમાં પિતાની પરાક્રમવૃત્તિથી નિર્મળ ચરિત્રવાળા તથા પૃથ્વીતલને ગજાવનારા એવા ભૂપાલ વિગેરે જે વીર પુરુષે પતિત થયા, તેમનું દરેકનું નામ રાખવા દુર્જનની કુળલક્ષ્મીને કબજે કરનાર એવા તે મહાશય મંત્રીએ મહી નદીના કાંઠે દશ દેવકુલ કરાવ્યાં.” વળી સરલ બુદ્ધિવાળા એવા તેણે ઉંચા પ્રદેશથી આવતા બ્રાહ્મણના વિશ્રામ માટે એક બ્રહ્મપુરી કરાવી. વળી ત્યાંના રહેવાસી બ્રાહ્મણોને તેણે તેર વાડા આપ્યા પણ તેની કીર્તિ તો ચૌદ ભુવનમાં ભ્રમણ કરવા લાગી. તેમજ ષટ્કર્મમાં આસક્ત એવા બ્રાહ્મણોને સુકૃતાશયવાળા તેણે રામપલ્લડિકા ગામ દક્ષિણમાં આપ્યું. તેમજ પ્રસન્ન થયેલા વસ્તુપાલે પૌરજનોના ઉપકારને માટે