________________
૨૧
ચતુર્થ પ્રસ્તાવ કાકા તિહુઅણપાલના પુણ્યનિમિત્ત અને પિતાના પુણ્યનિમિત્ત પિતે કરાવેલ શારદાપટ્ટશાલામાં અનુક્રમે સંભવનાથે તથા અભિનંદન સ્વામીની મૂર્તિ સ્થાપના કરી. તેમજ શત્રુંજય તીર્થ પર આદિનાથ પ્રભુના ચિત્યમાં તેમણે શ્રીનેમિનાથ તથા પાશ્વનાથની બે દેવકુલિકા કરાવી. તેમજ પ્રાગ્વાટ વંશમાં ઉત્પન્ન થયેલા કૃષ્ણદેવ અને રાથૂથી જન્મેલી પિતાની બે પત્નીના પુણ્યનિમિત્તે મથુરા અને સત્યપુર નામના ચિત્યમાં બલાનક, છત્રિક, મંડપ, આગળ એક પ્રતિલી, ચારે બાજુ વંડાવાળ મઠ તથા અટારી પર છ જિનબિંબની તેણે અનુક્રમે રચના કરાવી. વળી શુદ્ધ બુદ્ધિવાળા એવા લલિતાદેવીના સ્વામી વસ્તુપાલ મંત્રીએ પિતાના શ્રેયનિમિત્તે સાધુઓને ઉચિત એવી એક ધર્મશાળાને ઉદ્ધાર કરાવ્યો. તેમજ તેણે વીરપ્રભુની એક થશાળા કરાવી અને તેની આમદાનીને માટે બે અટારીવાળો એક મઠ કરાવ્યો. વળી પૂર્વાચલની ગુફામાં અંધકારને દૂર કરનાર ચંદ્રમા સમાન તે રથ શાળામાં તેમણે એક અતિ સુશોભિત ચંદ્રવ કરાવ્યું.
હવે પલ્લીપાલ નામના વંશમાં શુંભનદેવને પુત્ર ઉદાર મનવાળે એ ઉદયસિંહ નામે ભાંડશાળી હતે. તેણે સંગ્રામસિંહ સાથે યુદ્ધના સંકટને નિવારવાને વસ્તુપાલને નિમિત્ત ૮ટદેવને પિતાનું મસ્તક બળિદાનમાં આપ્યું. એટલે કૃતજ્ઞ મંત્રીએ તેના પ્રયનિમિત્તે રાઘડીચિત્યમાં તેની મૂર્તિ કરાવી અને એક જિનબિંબની સ્થાપના