________________
- ચતુર્થ પ્રસ્તાવ
- ૨૦૦ તીર્થમાં ભગવંતની દેવકુલિકાની ચારે બાજુ સુવર્ણના પચવીશ દંડ કરાવ્યા. વળી જિનાર્ચ નિમિત્તે તેણે નગરની બહાર તાલ, તમાલ વિગેરે વૃક્ષવાળું એક પુષ્પવન કરાવ્યું.
વણઉસણુ તથા પલ્લીના બે ચિત્યમાં વસ્તુપાલે મૂલનાયક શ્રી આદિનાથ તથા નેમિનાથની સ્થાપના કરી. તથા ભરૂચમાં શ્રી મુનિસુવ્રત ભગવંતના ચિત્યમાં સ્નાત્રપીઠપર ઘણું મહોત્સવ પૂર્વક સેંકડો દુરિતને દૂર કરનાર એવું મેટું સુવર્ણબિંબ સ્થાપન કર્યું અને તેમની પાસે મંગળદીપ કર્યો. કળિકાળના કંટાળાને દૂર કરનાર સુજ્ઞશિરોમણિ એવા વસ્તુપાલ મંત્રીએ પિતાના પૂર્વજોની પ્રીતિને માટે ત્યાં એકંદર એક કરેડ દ્રશ્મનો વ્યય કર્યો.
વળી રેવાનદીના તટપર રહીને કષ્ટાનુષ્ઠાન કરનારા (બાળ) તપસ્વીઓને મંત્રીએ રાજાની પ્રીતિને માટે પાંચ લાખ કમ્મ દાનમાં આપ્યા. શુકલતીર્થના તટપર પોતે શ્રાવક છતાં દયાની લાગણીથી વેદપાઠક બ્રાહ્મણને બે લાખ દ્રમ્મ આપ્યા. અને તે નગરની ચારે બાજુ લેકેને અન્નદાન આપવા માટે યુક્તિપૂર્વક તેણે ઘણું દાનશાળાએ કરાવી. એ પ્રમાણે ભૃગુપુરતીથમાં તીર્થયાત્રા, જિનપૂજા, જિનમંદિર પ્રમુખ કાર્યોમાં અસાધારણ સંપત્તિવાળા મંત્રીએ ધર્મનિમિત્ત કુલ બે કરોડ દ્રવ્યને યુક્તિપૂર્વક વ્યય કર્યો. પછી અનુક્રમે દર્ભાવતી દેશના તીર્થોને વંદન કરતાં અને અથજનોને દ્રવ્યદાન આપતાં શ્રીસંઘસહિત મંત્રીશ્વર વીર
૧૪