________________
૨૧૦
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ધવલ રાજાની રાજધાનીમાં આવ્યા. અને પછી ચૌલુક્ય રાજાની આજ્ઞાથી વેલાકુલ દેશના રાજાઓથી પરિવૃત્ત થઈ તે પુનઃ સ્તંભતીર્થપુરમાં આવ્યા. ત્યાં વેલાકુલ રાજાઓના ઘણા ભટણાથી બંને મંત્રીઓએ નીચે પ્રમાણે ધર્મકાર્યો કર્યા.
સ્થંભતીર્થપુરમાં વસ્તુપાલ મંત્રીએ સાલિગપ્રાસાદના ગર્ભમંડપને જીર્ણોદ્ધાર કર્યો. અને તે ગર્ભ મંડપના દ્વાર આગળ લક્ષ્મીને લીલાકમળ સમાન પિતાની અને પિતાના અનુજ બંધુની લેખસહિત બે મૂર્તિ સ્થાપન કરી, અને તે ચૈત્યની પરિધિમાં ગુર્જરવંશી લક્ષ્મીધરના સુકૃતનિમિત્તે આઠ પાદુકાને જીર્ણોદ્ધાર કરાવ્યો. વળી વડદેવ તથા વેરસિંહના પુણ્યનિમિત્તે તેમના પક્ષના બે જુદા ચિમાં બે જિનબિંબ સ્થાપન કરાવ્યાં. તેમજ ઓશવાલ ગચ્છના પાશ્વનાથ પ્રભુના ચિત્યમાં પોતાની અને પિતાના પુત્રની-એમ બે મૂર્તિ કરાવી. વળી તે ચિત્યમાં તેમણે પોતાના પૂર્વજોના પુણ્યનિમિત્તે શ્રેયાંસપ્રભુની, પોતાના પુણ્યનિમિત્તે યુગાદિદેવની, અને પોતાની સ્ત્રીઓના પુણ્યનિમિત્તે આદિનાથ અને મહાવીર ભગવંતની પ્રતિમાઓ સ્થાપન કરી. વળી તે ચૈત્યના ગર્ભમંડપમાં તેણે મેક્ષનગરના દ્વારના તોરણસ્તંભ સમાન બે કાર્યોત્સર્ગી જિનેશ્વરની મૂર્તિ કરાવી. વળી થારાપદ્રકગચ્છના શાંતિનાથના મંદિરમાં ત્રણ બલાનકવાળા ગર્ભમંડપનો ઉદ્ધાર કરાવ્યું, અને તે જ ચૈત્યમાં પિતાની કેલિકા નામની ફુઈને પુણ્યનિમિત્તે, પિતાના