________________
૨૧૨
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર કરી, વળી શ્રી આદિનાથને તે રાઘડીચયમાં આવક માટે તેણે એક શાકમડપિકા કરાવી. તેમજ બ્રાહ્મણગરછના શ્રીનેમિનાથને ચૈત્યમાં તેણે શ્રી આદિનાથની એક દેવકુલિકા કરાવી. વળી સડેરગચ્છના શ્રીમલ્લિનાથને ચિત્યમાં તેણે પિતાની પ્રિયાના પુણ્યનિમિત્તે મોટા મંડપવાળી સીમંધરપ્રભુની દેવકુલિકા કરાવી, તથા યુગંધર, બાહુ અને સુબાહુજિનને સ્થાપન કર્યા. વળી ભાવડાચાર્ય ગચ્છના જિનત્રય નામના શ્રી પાર્શ્વજિનચૈત્યને તેણે ઉદ્ધાર કરાવ્યું. શ્રી કુમારપાલ રાજાના ચિત્યમાં તેણે મૂલનાયકની પ્રતિમા સ્થાપન કરી તથા તેની આવક નિમિત્તે એક હફ્રિકા અને ચોખાને ભંડાર કરાવ્યું. વળી પિતાના પૌત્ર પ્રતાપસિંહ તથા તેના નાના ભાઈના પ્રિયનિમિત્તે તેણે ત્યાં બે દેવકુલિકા કરાવી.
વળી પિતાના માતાપિતાને શ્રેય નિમિત્તે તેણે એક Úડિલ બંધથી બંને બાજુ સંબંધિત, એક નિર્ગમન દ્વારવાળું, બે પ્રવેશ બલાનકયુક્ત, આઠ મંડપસહિત, બાવન જિનાલયયુક્ત, ઉત્તાનપટ્ટ તથા દ્વારમાં આરસપહાણથી સુશોભિત, એક નવું પ્રૌઢ ધ્વજદંડની ઘટાથી વિરાજિત, સ્કુરાયમાન પૂતળીઓ તથા ત્રણ તરણેથી શેભાયમાન અને શત્રુંજય તથા રૈવતાચલનું જાણે પ્રતિનિધિરૂપ હોય તેવું એક ઉન્નત ચિત્ય ત્યાં કરાવ્યું. તેના નિર્વાહને માટે એકાંત ધાર્મિક એવા તેણે બે હાટ, ચાર પિળ, અને એક બગીચે આપ્યો. વળી આસરાજના ચિત્યમાં તેણે લક્ષ્મીને કારણરૂપ એવું એક પિત્તળનું મોટું સમવસરણ કરાવ્યું.