________________
૨૦૮
શ્રાવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર દ્વારમાં મનહર તરણથી મંડિત અને બે દાનશાળા સહિત.. નવીન કરાવ્યું. વળી ત્યાંના લોકોની રક્ષા માટે દયાળુ એવા મંત્રીએ દેવતાઓને પણ અભેદ્ય અને વાવ, કુવા તથા અપાયુક્ત એ એક દુર્ગ ( કિલ્લો) કરાવ્યું.
પછી શ્રી મુનિસુવ્રત ભગવંતની સુવર્ણ વિગેરે ધાતુએની અનઘ શબ્દસિદ્ધિ સમાન તથા પ્રત્યય (પરચા)થી પ્રૌઢ એવી પ્રતિમા કરાવીને સુજ્ઞ એવા તેમણે શ્રી જગ
ચંદ્રસૂરિ પાસે વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. અને ભરૂચતીર્થમાં સ્નાત્ર પીઠપર તેને સ્થાપના કરી.
હવે ભગુક્ષેત્રને ધર્માધિકાર આ પ્રમાણે છે.
ભગક્ષેત્રમાં મંત્રીએ વિત્તના પ્રમાણમાં કાંચનકુંભ તથા તે રણસહિત ચાર જિનમંદિર કરાવ્યાં. વળી ત્યાં સમળીવિહારરૂપ હાથીથી પોતાની સંસારરૂપ અર્ગલાને ભેદવા માટે વસ્તુવિચારને જાણનાર એવા વસ્તુપાલે તે મંદિરના મેખરે, નજીકથી આરસપહાણ મંગાવીને બે હસ્તી સમાન અત્યંત. રમણીય એવી બે દેવકુલિકા કરાવી. વળી તે ચિત્યના ગર્ભગૃહ (મંડ૫)માં લલિતાદેવીની તથા પિતાના સુકૃત માટે અજિતનાથ અને શાંતિનાથ પ્રભુની મૂર્તિ સ્થાપના કરી. વળી ગભારાના મધ્ય ભાગમાં, પેસતાં જમણી બાજુએ લલિતાદેવી સહિત પોતાની મૂર્તિ સ્થાપન કરાવી.
વળી તેજપાળે મુનિસુવ્રતસ્વામીની લેપ્યમૂર્તિની આગળ ધાતુની સ્નાત્રપ્રતિમા કરાવી. તેમજ અશ્વબોધ :