________________
૨૦૬
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર કે-“હવે એ ધન અમે કઈ રીતે પાછું લઈએ તેમ નથી, કારણ કે તે આપને અર્પણ કરેલ હોવાથી તે ગુરૂદ્રવ્ય થયેલ છે. કહ્યું છે કે-“ગુરૂદ્રવ્યને ઉપભોગ ન કરે અને દેવદ્રવ્યને તો કઈ રીતે ઉપગ ન જ કરો, કારણ કે તેને એક લેશ પણ ઉપભેગમાં આવતાં ભક્તાને તે વિષપણે પરિણમે છે. સર્વ ધર્મકાર્યોમાં વપરાય તે દ્રવ્ય સાધારણ દ્રવ્ય ગણાય, તેવું દ્રવ્ય બધા ધર્મકાર્યમાં વપરાય, પણ ગુરૂદ્રવ્યને તે ક્યાંય પણ ઉપયોગ થઈ ન શકે. ગુરૂદ્રવ્યથી કરવામાં આવેલ ધર્મસ્થાનનો પણ સજજનેએ ત્યાગ કરે ઉચિત છે. એવું જિનવચન છે તે હવે આ સુવર્ણનું અમારે શું કરવું ? તે કહો, કારણ કે પ્રમાણિક પુરૂષની વાણી પણ પ્રમાણ ગણાય છે.”
પવિત્ર એવા પ્રધાન તરફથી આ પ્રશ્ન થતાં મલવાદીએ કહ્યું કે-“સંઘ સહિત હવે તમે ક્યાં જવાના છો?” વસ્તુપાલે કહ્યું કે-“ભૃગુકચ્છ (ભરૂચ) મહાતીર્થના દેવ જુહારવા અમારે જવાનું છે. એટલે મલવાદીએ કહ્યું કે-હેમત્રિરાજ ! એ સુવર્ણન મેં વિવિધ ત્રિવિધ સ્વીકાર કરેલ નથી, માટે અન્ય ધર્મકાર્યોમાં એનો વ્યય થઈ શકશે. પવિત્ર પુણ્યના જમાનરૂપ આ સુવર્ણ વ્યય કરવાને ઉપાય સર્વને સંમત હોઈ શકે તેવું છે તે તમે સાંભળો - - “અશ્વને પણ પ્રતિબંધ પમાડવાના હેતુભૂત હેવાથી પ્રભાવી, ત્રણે ભુવનમાં પવિત્ર શકુનિના જીવરૂપ શ્રેષ્ટિકન્યાએ જ્યાં મંદિર કરાવેલ છે તેવું, કરડે ભવના પાતકને હર