________________
૨૦૪ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર માનપૂર્વક જે ભક્તિ કરવી એ જ ગૃહસ્થ ધર્મનું સાર છે.” પછી વસ્તુપાલે નિષ્કપટભાવથી સુપાત્રમાં સંશુદ્ધ દાન આપીને અને અનેક શ્રાવકો સાથે ભેજન કરી પિતાના ભંડારીને એકાંતમાં બેલાવીને કહ્યું કે-“દશ હજાર સેનામહારેથી ભરેલી ગાડી લઈને મઠમાં જઈ સૂરિપદને ધારણ કરનાર મલ્યવાદી કવીંદ્રને એકાંતમાં સારા વચનપૂર્વક તેનું ગૌરવ સાચવીને તે અર્પણ કરો.” એટલે દશ હજાર સેનામહેરોથી ભરેલી ગાડી લઈને મઠમાં આવી વિનય સહિત તે ભંડારીએ મતલવાદીને કહ્યું કે-“પ્રસન્ન થયેલા મંત્રીએ આ ગાડી તમારે માટે મોકલી છે, માટે આ સેનામહોરો તમે લઈ લે.” મલવાદીએ તેને કહ્યું કેમંત્રીએ પિતાની લાયકાત પ્રમાણે આ સેનામહોરો અમને અર્પણ કરી, પણ અમારે એ સેનામહોરોનું કંઈ પણ પ્રયોજન નથી, માટે તે પાછી લઈ જાઓ.” ભંડારી બે કે-“મારા સ્વામીના આદેશ વિના એ સોનામહોર મારાથી પાછી લઈ જવાય તેમ નથી.” એમ કહી તે સોનામહોરોનો
ત્યાં ઢગલે કરી તે સ્વસ્થાને ગયે. એટલે મલવાદી પિતાના શિષ્યો સહિત તેની પાછળ ત્યાં આવ્યા અને યચિત પ્રતિપત્તિ કરતા પ્રધાનને તેણે કહ્યું કે-“તમે દાનવીરોમાં પ્રવર, જગતમાં ઉત્તમ અને જિનશાસનના અત્યારે એક મહા પ્રભાવક છે, પરંતુ હું કઈ બંદી, ભાટ કે ચારણ નથી, તેમજ કેઈ દયાપાત્ર રક નથી. યશના પાત્ર એવા આપ મને માત્ર વેષધારી સાધુ સમજે છે, પણ હું સારાસારનો વિચાર કરનાર છું. વળી ગમે તે છતાં હું જૈન એ પરમ