________________
૨૦૨
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
અને જિનશાસનરૂપ આકાશમાં સૂર્ય સમાન એવા સજન મંત્રી વિગેરે મંત્રીશ્વરે-એ બધા સ્ત્રીરત્નોની કુક્ષિરૂપ સરેવરમાં કમળ સમાન મહાપુરુષ જગતુજનેના મનોરથ પૂરવાને માટે ઉત્પન્ન થયા છે. વળી અત્યારે આ કળિયુગમાં પણ તમારા જેવા રાયધુરાને ધારણ કરવામાં સમર્થ તથા લક્ષ્મીને સર્વત્ર મુક્તહસ્ત વ્યય કરનારા ઉત્પન્ન થયા છે, માટે સર્વોપકારી લમીથી શેભાયમાન, તથા પ્રાગ્વાટ વંશમાં સૂર્ય સમાન એવા સામંતસિંહ વ્યવહારીના વંશમાં જેના ગુણો જગતને પ્રશંસનીય છે એવા શ્રી આભૂ મંત્રીશ્વરની, જગતને આનંદ પમાડનાર કુમારદેવી પુત્રીને જ ધન્ય છે, કારણ કે “પૃથ્વીનું મૂલ્ય થઈ શકે, પણ સ્ત્રીનું મૂલ્ય તો ન જ થઈ શકે, કેમકે જેનાથી ઉત્પન્ન થયેલ પુરૂષ ત્રણે લોકમાં તિલક સમાન માન્ય થઈ શકે છે. જે કુમારદેવીએ જગતને પૂજ્ય, વિનયના ભંડાર, સજજનેની આપત્તિને દૂર કરનારા, પુણ્યાગે પ્રાપ્ત થયેલી મહાન્ સંપત્તિવાળા, પંચમ કાળમાં પ્રગટ થયેલા અંધકારરૂપ સાગરમાં ડૂબતા જિનશાસનને પ્રકાશમાં લાવવા પ્રભામય દીપક સમાન, સમસ્ત જગતને પ્રશંસનીય ગુણવાળા, રાજ્યધુરાને ધારણ કરવામાં સમર્થ અને સર્વ જ્ઞાતિને કલ્પવૃક્ષ સમાન એવા તમારા જેવા પુત્રને જન્મ આપે છે. આવા વિચારરસના આવેશને વશ થવાથી આ મંદિરમાં પણ અમે તે વખતે તેવા અર્થવાળા લોકનાં બે ચરણ બલ્યા, પણ હે મંત્રીશ્વર ! હવે તેને ઉતરાઈ સાંભળો-
ચક્ષામવા જીતે, થતુપટ્ટ