________________
ચતુર્થ પ્રસ્તાવ
૨૦૫ શ્રેષ્ઠ નામને ધારણ કરનાર છું. જે પુરૂષે સાર તત્વને પ્રકાશનાર એવા જિનવચનના સારને જાણતા નથી તેઓ વિદ્વાન જનમાં શેચનીય છે, અને સામ્ય-સુધાને સવના જિનવાણીને જાણતાં છતાં જે વિષયમાં મૂઢ બને છે, તેઓ વિશેષે શોચનીય છે. સંસાર-સાગરમાં ભમતાં કેટિ ભએ પણ દુર્લભ, મહા કલ્યાણકારી તથા વિશ્વને શ્લાઘ-- નીય એવા ચારિત્રરત્નને પામીને પણ પ્રમાદસાગરમાં મગ્ન થઈ મેં તેને બહુ જ મલિન કરી દીધું છે, તેમજ કુકર્મને વશ થઈને સમ્યકત્ત્વને પણ દુર્લભ કરી દીધેલ છે, તથાપિ હું એક દીનની જેમ આવું ધન લેનાર નથી, કારણ કે ઈતર જનની જેમ જેનો કદાપિ દીનતાને ધારણ કરતા જ નથી. વળી હે મહાભાગ ! આપની જે મેં સ્તુતિ કરી તે માત્ર સ્વાશયને પ્રમોદ દર્શાવવા અને શ્રેયની ખાતર કરી હતી, પણ ધનના લેભથી હું કંઈ પણ બોલ્યા નથી, તે તેના મૂલ્યરૂપ આ તમારૂં દાન હું કેમ ગ્રહણ કરૂં? વળી અદ્યાપિ જિનશાસન વિજયવંત વર્તે છે કે જેમાં ઔચિત્યને જાણનારા આપના જેવા પ્રૌઢ પુરૂષે વિદ્યમાન છે, માટે તમારે શ્રાવક થઈને આ આગ્રહ કરવો તે પણ સર્વથા ઉચિત નથી, કારણ કે જૈન મુનિ માત્રને લેભવૃત્તિ રાખવી. ઉચિત જ નથી.”
આ પ્રમાણેનાં તેમનાં વચનો સાંભળીને “અહો! જિનમતમાં કેવી નિર્લોભતા છે?” આ પ્રમાણે ચિતવતા વિચારવાનું એવા મંત્રીએ હસતાં હસતાં મલવાદીને કહ્યું