________________
ચતુર્થ પ્રસ્તાવ
૨૦૩ માર: ’–‘કે જેની કુક્ષિમાંથી તમારા જેવા વસ્તુ, પાલ ઉત્પન્ન થયા છે. પછી તે મલવાદીએ જેની ગુણસંપત્તિ જગતને જીવાડનારી છે એવા મંત્રીરાજની સાક્ષાત્, ગુણસ્તુતિ કરી કે બીજાને અપકાર કરવામાં સતત પરિશ્રમ ઉઠાવનારા ઘણું પુરૂષે આ જગતમાં છે, પણ દુરસ્તર દુષ્કૃતના સમૂહથી દુરાલોક એવા તેમને જેવાને પણ કેણ. ચાહે છે? પરંતુ છ ગુણયુક્ત બૃહસ્પતિ સમાન વસ્તુપાલ દશનીય છે કે જે દુર્દેવથી દગ્ધ થયેલ જગતને સુધા સમાન મધુર વાણીથી સદા સિંચન કર્યા કરે છે. હે વસ્તુપાલ ! ઘરે આવેલા મહાપુરૂષોને તમે માન આપે છે, તેથી જ તમે પિતે માનાસ્પદ થયેલા છે. વળી વધારે આશ્ચર્યજનક: તો એ છે કે બુધ જને તમારી પાસે ગમે તેટલી માગણી કરે તે પણ તમે “મા કે ના” એ શબ્દને ઉચ્ચાર તે. કદાપિ કરતા જ નથી.”
આ પ્રમાણે પોતાની સ્તુતિ સાંભળીને ઉત્તમપણાથી લજાને લીધે પિતાનું શિરનમાવીને મંત્રીએ તે મલવાદીને યથોચિત પ્રણામ કરી વિસર્જન કર્યા, અને ઈચ્છિત દાન આપવાવડે યાચકને પ્રસન્ન કરતા છતા શ્રીસંઘ સહિત. તે પિતાના આવાસમાં આવ્યા. ત્યાં અનુપમ ઔચિત્ય, ગુણ અને લક્ષમીથી વિશ્વવિખ્યાત એવા મંત્રીશ્વરે અસાધારણ ભક્તિથી શ્રીસંઘનું પૂર્ણ વાત્સલ્ય કર્યું. કહ્યું છે કે સાર, ઉદાર અને દોષરહિત વસ્તુઓથી શ્રાવકની બહુ
* પ્રથમનાં બે પદ માટે જુઓ પૃષ્ઠ ૧૮૩.