________________
ચતુર્થ પ્રસ્તાવ
૨૦૧ અમારા ચિર કાળના સર્વ મનોરથ મનના મનમાં જ રહી ગયા અને મૂળથી જ તે વિલય પામ્યા.”
આ પ્રમાણે મલવારીના કથનથી પિતાના અનુજ બંધુ સહિત વસ્તુપાલે તેમને વંદન કરીને પોતાના સર્વ અપરાધની ક્ષમા માગી. પછી મંત્રીએ તેવું રાગયુક્ત વચન બાલવાનો હેતુ પૂછળ્યો. એટલે આનંદી એવા મલવાદીએ સમુદ્ર સમાન ગંભીર વાણીથી કહ્યું કે “ભુવનમાં એક મુગટ સમાન એવા તમે એ જ્યારે અમને બોલાવ્યા, એટલે આત્રોત્સવને જોવાની ઈચ્છાથી અમે જિનમંદિરમાં આવ્યા, ત્યાં રાજરાજેશ્વરના જેવા આકારવાળા, સદાચારી, શોભામાં શ્રીમાન્ આદિનાથના જાણે યેષ્ઠ પુત્ર હોય તેવા. ધીર અને ઉદાર જનોને એક આદર્શરૂપ અને દૃષ્ટિને આનંદ પમાડનાર એવા તમે બંને ભ્રાતા જ્યારે ભાગ્યયોગે અમારા દષ્ટિપથમાં આવ્યા ત્યારે હે મંત્રિરાજ ! અમારું મન પ્રસન્ન થતાં આહત્ નમસ્કારને પાઠ ભૂલી જવાથી “અહે! એ જ સ્ત્રીઓ ધન્ય, જગન્માન્ય અને પ્રશંસાપાત્ર છે કે જેમણે આવા જગતને ઉદ્યોતકારી પુત્રરત્નોને ઉત્પન્ન કર્યા છે. એ વાત યાદ આવી ગઈ. કહ્યું છે કે-શ્રી યુગાદિદેવ પ્રમુખ જિનેશ્વર, ભરત રાજા પ્રમુખ ચક્રવર્તીઓ, ત્રિપૃષ્ટ પ્રમુખ વાસુદે, નમિ, વિનમિ પ્રમુખ વિદ્યારે, સૌ• ભાગ્યવંત રામચંદ્રાદિક સમર્થ બળદેવો અને પાંડવે, ચંપાસ્વામી, વિકમ, શ્રી આમ તથા ચૌલુક્યરાજ વિગેરે રાજાઓ, તેમજ શ્રીરત્નભટ્ટ, વાભટ્ટ. જાવડ