________________
૨૦૦
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર મારા મનમાં રહેલ એ વિવાદને મને નિર્ણય કરી આપે. તે વસ્તુપાલને પિતાના ઓજસથી ઈંદ્રને હરાવનાર, જગતને જીતનાર અસહ્ય તેજવાળે અને સર્વને રાજઆજ્ઞા મનાવનાર તેજપાલ નામે બ્રાતા છે. મંત્રીઓમાં તિલક સમાન એ તેજપાલ મંત્રી જયવંત વર્તે, કે જેના માં ગુણરૂપ વૃક્ષે સદા વૃદ્ધિ જ પામ્યા કરે છે, અને ત્રિભુવનરૂપ વનને શોભાસ્પદ એવી જેની છાયામાં લક્ષ્મી સાથે જેની કીર્તિ પરમ આનંદ પામતી નિરંતર ક્રિીડા કરી રહી છે.” ( આ પ્રમાણે સાંભળીને તમારા દર્શનને માટે અમે સદા ઉત્કંઠિત થઈ રહ્યા હતા, પણ અમે સંતુષ્ટ હોવાથી તમારા ઘરે આવતા નહોતા. અમે ધારતા હતા કે કદાચ પુણ્યગે એ મંત્રીશ્વર આ તીર્થમાં શ્રી પાશ્વ પ્રભુને વંદન કરવા આવશે તે તેની આગળ અમે આનંદપૂર્વક કંઈક પ્રશસ્ત વાતચીત કરશું અને તેથી અમારા મનોરથ સિદ્ધ થશે, કારણ કે “પતિથી પ્રમદા, વિનયથી વિદ્વાન, ચાલાક મંત્રીથી રાજ્ય અને એશ્વર્ય યુક્ત પુરુષની સાથે ગષ્ટીથી પુરુષ પરમ પ્રતિષ્ઠાને પામે છે. આ પ્રમાણે અમે વિચારતા હતા એવામાં તમે મોટા શ્રીમતે સહિત શ્રીસંઘને લઈને તમારા અનુજ બંધુ સાથે અહીં પધાર્યા. તે વખતે અમે કંઇક તમારી આગળ કહેવા જતા હતા તેવામાં તમે પિતાના મનમાં કંઈક વિપરીત વિચાર લાવીને કિચિત્ અવજ્ઞાને દેખાવ કરી અમને વંદન કર્યા સિવાય ચાલ્યા ગયા. એ જ કારણથી આ વખતે અમે કહ્યું કે-“તમને અસુર થઈ જશે, માટે સત્વર આગળ જાઓ. હે મંત્રિનું !