________________
૧૮૮
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર મારવાડી સર્વ લક્ષમીને હસ્તપ્રાપ્ય (સ્વાધીન થઈ શકે તેવી) માનતો તે સમુદ્ર તરફ ચાલ્યો. ત્યાં ઉછળતા કલ્લોલની શ્રેણિથી ગગનમંડળને ચુંબન કરનાર એવા રત્નાકરને સાક્ષાત્, જોઈને તે હર્ષઘેલ બની ગયે, અને પિતાના અંતરમાં વિચારવા લાગ્યો કે-“હવે મારે સંકટને દૂર કરનાર ઈચ્છાનુસાર લક્ષ્મી મેળવી લેવી.” એમ ધારીને તે તટ પર ક્ષણભર નાચવા લાગ્યું. હવે તે પ્રથમથી જ અત્યંત તૃષાતુર હતો, તેથી તેણે સમુદ્રનું પાણી સારી રીતે પીધું, કારણ કે “મારવાડીઓને પ્રાયઃ વિવેક હોતું નથી. ક્ષાર જળ પીવાથી તેને કોઠે અત્યંત બળવા લાગ્યો અને જુલાબ લાગવાથી તે વ્યાકુળ બનીને ચિંતવવા લાગે કે-“અહો ! તે દુરાત્મા ધુતારાએ મને છેતર્યો, કે જેથી દુઃખની ખાણરૂપ એવી આ હીન અવસ્થાને હું પામે. હે સાગર ! આ મેટા કલ્લોલવાળી તારી ગર્જનાને ધિક્કાર થાઓ, કે જેને કાંઠે આવેલા તૃષાતુર મુસાફર મીઠા પાણીની વાવડીની પૃછા કરે છે. આ પ્રમાણે સમુદ્રને ઉપાલંભ દઈને તેજ પગલે તે પિતાના ગામ તરફ પાછો વળે અને ઘરે આવીને તેણે બધા માણસને આ ખબર આપ્યા. હે મંત્રીશ્વર ! અમે અત્યારે તે મારવાડના મૂખ જેવા થઈ ગયા છીએ, અને રત્નાકર સમાન તમને જોતાં અમે તીર્થના સેવક બન્યા છીએ. અમે આ સ્તંભનક તીર્થના અધિકારી છીએ અને વિવિધ શાસ્ત્રો વાંચતાં સદા આનંદમાં રહીએ છીએ. અહીં સુખે રહેતાં અમે સાધુવેષથી આજીવિકા ચલાવીએ છીએ અને શુદ્ધ સમ્યકત્વને ભજતાં કંઈક સંવેગ પક્ષમાં છીએ.