________________
૧૯૪
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર કે તે તરત સ્વર્ગ સુધી ચાલી ગઈ. વળી હે મંત્રીશ્વર ! પિતાના ઘરમાંથી બહાર નીકળતી નથી, છતાં શત્રુઓની કીર્તિને કવિવરે અસતી (અકીર્તિ) કહે છે અને તમારી કીર્તિ સ્વરછાએ ભ્રમણ કરતી ફરે છે, છતાં તેને તેઓ સતી (શ્રેષ્ઠ) કહે છે. હે મંત્રીરાજ ! તમારી દાનકીર્તિએ સમુદ્રરૂપ વસ્ત્ર પહેર્યું છે. અને જળપૂરરૂપ ઉત્તરીય વસ્ત્રથી ચારે બાજુ પિતાના અવયવોને આછાદિત કરી દીધા છેછતાં એ કર્ણવિકલ છે–એમ અદ્યાપિ જે જાણવામાં આવતું નથી, એજ આશ્ચર્ય છે. તે વસ્તુપાલ ! અનુક્રમે કર્ણ (કર્ણરાજા) શક્તિને મંદ કરનાર બલિસ્વભાવને પ્રકાશતી એવી આ જરા સમાન તમારી કીર્તિને શિરકંપપૂર્વક તેણે અનુભવ નથી કર્યો?”
તે આ પ્રમાણે સાંભળીને તે પ્રત્યેકને તેણે એક એક લક્ષ દ્રમ્મ આપ્યા તથા ભટ્ટ અને ગંધર્વ લેકોને તેમની યોગ્યતા પ્રમાણે હજારે કમ્મ આપ્યા. પછી તે સુણે જિનમંદિરના જીર્ણ થઈને પડી જતા કેઈ ભાગને સમારવા માટે એક હજાર સેનામહોરે ભંડારમાં મૂકી, ત્યારપછી પૂજારી લોકોને ક્ષેત્ર, ગામ, આકર, આરામ, સુવર્ણ અને અાદિક પુષ્કળ દાન આપી યુક્તિથી તેમને સંતુષ્ટ રાખી, દુરાચારી જનને શિક્ષા દેવાપૂર્વક દેવદ્રવ્યને સ્થિર કરી, ભેટ કરનારા ગામના મુખીઓને મધુર વચનથી આનંદ પમાડી, તરતનાં ઉતરેલાં પુષ્પોની માળાથી ભગવંતની પૂજા કરી, ભક્તિથી પંચાંગપૂર્વક વારંવાર નમસ્કાર કરીને તન્મય ભાવને ધારણ