________________
ચતુર્થ પ્રસ્તાવ
-
૧૯૫
કરતાં અને તે લયમાં આનન્દ પામતાં વસ્તુપાલ મંત્રી પિતાના પરિવાર સહિત જેવામાં જિનમંદિરથી બહાર નીકળ્યા તેવામાં સન્મુખ આવીને માર્ગને રેકતા મઠાધિપ મલવાદીને તેણે પિતાની સામે ઉભેલા જોયા. એટલે વ્યવહારને જાણનાર એવા મંત્રીએ ભ્રકુટિને જરા નમાવવા સાથે માટે સાદે તેને પ્રણામ કર્યા. એટલે ઈંદ્રને બૃહસ્પતિની જેમ પિતાના હાથવતી મંત્રીના પાણિપદ્મરૂપ ક૯૫વૃક્ષને સ્પર્શ કરતાં મલવાદી તે મંત્રીને આ પ્રમાણે કહેવા લાગ્યા કે “કણને રસાયનરૂપ એવા તમે દૂર હો ત્યારે તે જૂદી વાત, પરંતુ તમે નજીક છતાં પણ તૃષ્ણ શાંત થતી નથી.” આ પ્રમાણે સાંભળીને મંત્રી મનમાં વિસ્મય પામી ત્યાં સ્થિર થઈ ઉભા રહ્યા અને “આ હવે આગળ શું કહે છે?” એમ વિચારવા લાગ્યા, પણ તેઓ ન બોલવાથી પોતાના મુખકમળને વિકસિત કરી મસ્તક નમાવીને મંત્રીએ તેમને કહ્યું, કારણ કે-“સત્પપુરૂષની નમ્રતા એ જ અતિથિઓના પ્રથમ આતિથ્યરૂપ છે.” “તમારા અગાધ વચનસાગરનો ધીવર (ધીમંતો) પણ પાર પામી શકે તેમ નથી. માટે જે કહેવું હોય તે સ્પષ્ટ નિવેદન કરે. ” એટલે મલવારી પણ પ્રધાનને શરમાવતા છતા બોલ્યા કે-“હે મંત્રીરાજ ! આગળ ઝટ જાઓ, તમને ઘણાં કામ હશે. આથી પ્રધાને પિતાનું મુખ પ્રસન્ન રાખી વિશેષ આગ્રહથી પૂછયું કે-“હે કવિરાજ ! આગળ પદ પૂરું કરીને મને કહે.” આ પ્રમાણે પ્રેમામૃતને ઝરતાં મંત્રીનાં વચનેથી તે પ્રસન્ન થઈ શાંત મનથી બેલ્યા કે