________________
આ ભાલે છે. તે ચાર ખાને કર
* ચતુર્થ પ્રસ્તાવ
૧૯૧ તેનું ગૌરવ કરવું યોગ્ય નથી. કહ્યું કે અનાચારને આદર કરો અને સદાચારને નિંદવું, એ મહા ભયંકર પાપ છે અને તે સંસારના માર્ગમાં એક ભાતાંરૂપ છે.” વળી આ મૂઢાત્મા જિનમંદિરમાં નિવિવેકી જનેને ઉચિત એ શૃંગારસને શ્લેક બેલે છે. જે મૂઢ બુદ્ધિ જિનમંદિરમાં વિકથા કરવા મંડી જાય છે તે ચારે બાજુ વજલેપ સમાન પાપથી લેપાય છે, કારણ કે અન્ય સ્થાને કરવામાં આવેલ પા૫ જિનમંદિરમાં ક્ષય થઈ શકે, પણ જિનમંદિર કરવામાં આવેલ પાપ તો વજલેપ સમાન જ થાય છે.” જેનું શીલ સુમેરૂ સમાન નિશ્ચળ છે તે સાધુ જ સન્માનપૂર્વક વંદનીય છે.”
પછી જગતના અરિષ્ટને દૂર કરનાર અને બૃહસ્પતિ સમાન અનેક સૂરિવરે અનુક્રમે ત્યાં આવીને બેઠા એટલે મઠાધિપ મલવારી તેમની મોટાઈને અનુસરી ક્રમસર તેમને નમસ્કાર કરીને યથાસ્થાને બેઠે. પછી મંત્રીરોએ આશ્ચર્ય ઉપજાવે તેવું સ્નાત્ર કરીને સમ્યગ રીતે ભગવંતની અષ્ટપ્રકારી પૂજા કરી. પછી જિનમંદિર પર પંચવર્ણને મહા ધ્વજ આરોપણ કરી, તથા બીજા પણ અનેક ભક્તિનાં કાર્યો આચરી, સ્વસ્તિક યુક્ત થાળમાં દીપમાળાથી દેદીપ્યમાન તથા ચારે બાજુ ચંદન કુસુમાદિકથી પૂજિત એવી કાંચનમય આરતી સ્થાપન કરીને વસ્તુપાલ મંત્રીએ વિધિથી સૂત્રપાઠપૂર્વક તે ઉતારી. પછી વાજિંત્રના અતિશય નાદથી દેવતાઓને પણ જાગ્રત કરતાં, યાચકોને મનવાંછિત દાન