________________
ચતુર્થ પ્રસ્તાવ
૧૮૯ આ પ્રમાણે ગુરૂ મહારાજની વાણી સાંભળીને પવિત્ર ભાવનાને ધારણ કરનારા સ્તંભતીર્થાદિક અનેક નગરના વ્યવહારીયા તથા આજુબાજુનાં ગામના વેપારીઓ સહિત, અને જગતના જંતુઓને એક જીવનરૂપ એવી ગુણસંપત્તિવાળા તેજપાલે જેમના ઉત્સાહમાં વધારે કર્યો છે એ તથા ક્ષત્રિય રાજકુમારોથી પરિવૃત્ત અને સર્વ સમૃદ્ધિથી દશાણુભદ્રની જેમ દેવોને વિસ્મય પમાડનાર વસ્તુપાલ મંત્રીશ્વર રાજધાનીમાંથી પિતાના સમસ્ત કુટુમ્બને બેલાવીને જગતને આનંદ પમાડનાર એવા વામાનંદન (પાનાથ) ને વંદન કરવા ચાલ્યો. તીર્થયાત્રા કરવા જતાં હેકારવ કરતા અોના ખુરઘાતથી ઉડતી રજથી દિગીશોની નિર્મળ ગ્રહવાપિકાઓને મલિન કરતે, દીન તથા અનાથ યાચકોને દયાપૂર્વક દાન આપતે તથા લમીને સુપાત્રે વાપરતો મંત્રીશ્વર અનુક્રમે શ્રીમાન પાર્શ્વનાથ પ્રભુના મંદિરને જોઈને પિતે નૃત્ય કરવા લાગ્યો, અને અથ જનોને સેંકડો અને દાન આપ્યું. પછી અંત૨માં અધિક આનંદ પામીને પ્રાસાદને પ્રદક્ષિણું કરી તેણે સુવર્ણ, માણિક તથા મોતીઓથી તેને વધાવ્યું. ત્યાર પછી પાંચ અભિગમ સાચવીને તેણે ભગવંતને પ્રણામ કર્યા, તથા ભક્તિપૂર્વક રત્નમાળાથી પ્રભુનું પૂજન કર્યું. પછી પ્રથમ દિવસે વિવેકી એવા શ્રીસંઘના લેકે સાથે તે મંત્રીઓએ ગાત્રોને પવિત્ર કરનાર તથા વાગતાં વાજિંત્રના નાદથી દેવો અને અસુરેને આનંદ પમાડે તેવું ભગવંતનું સ્નાત્ર શરૂ કર્યું; એટલે કે લક્ષ્મીવડે રાજા સમાન ભેગી