________________
ચતુર્થ પ્રસ્તાવ
૧૮૭ જગતમાં એ તીર્થ ઉત્કૃષ્ટ છે અને અનેક ભવનાં પાતકને પરાસ્ત કરનાર એવી તે મૂર્તિની અનેક ઉત્તમ પુરૂષોએ પણ પૂજા કરેલી છે; માટે હે મહાનુભાવ ! સમસ્ત શ્રીસંઘ સહિત પ્રૌઢ ઉત્સવ કરાવીને વિધિપૂર્વક તે મૂર્તિનાં તારે દર્શન કરવા ગ્ય છે. ઈદ્રના આદેશથી દેવોએ જ્યારે વાસુદેવના નિવાસ માટે સમુદ્ર પાસે દ્વારિકા નગરીની રચના કરી ત્યારે ત્યાં મંગળને માટે સૌધર્મ સુવર્ણના પ્રાસાદમાં એ પ્રતિમાને સ્થાપના કરી હતી. ત્યાં વિષ્ણુ અને બળદેવ વિગેરે એ પ્રતિમાનું પૂજન કરતા હતા. દ્વારિકાના દાહ સમયે તેમણે પશ્ચિમ સમુદ્રમાં તે પ્રતિમા પધરાવી. પછી પિતાની અભીષ્ટ સિદ્ધિને માટે વરૂણ દેવે જળમાંથી તેને પોતાના ભવનમાં લાવીને ચિર કાળ તેનું આરાધન કર્યું. પછી અનુક્રમે નાગેન્દ્રના સ્કુરાયમાન પુણ્યના પ્રભાવથી અસાધારણ માહાતમ્યવાળી એ પ્રતિમા નાગલોકમાં આવી. ત્યાં નાગૅદ્રભવનમાં પણ પદ્માવતી દેવીએ ગીત, નૃત્ય અને મહોત્સવ પૂર્વક તેની પૂજા કરી. પછી. પદ્માવતીના આદેશથી ધનદત્ત શ્રેષ્ઠી સમુદ્રમાંથી તેને કાંતિપુરીમાં લાવ્યું. ત્યાં કનકાચલ સમાન કનકભવનમાં સ્થાપના કરીને નગરજનોએ આદરપૂર્વક અનેક વર્ષો પર્યત તેનું પૂજન કર્યું. પછી છત્રીસ લાખ નગર અને ગામના રાજાઓને પ્રતિબધ કરનાર, પિતાની ગલીલાથી સર્વોત્કૃષ્ટ શરીરશુદ્ધિને ધારણ કરનાર, દરરોજ પાંચ તીર્થોને નમસ્કાર કરીને આહાર કરનાર અને યુગપ્રધાન એવા શ્રીપાદલિપ્તસૂરિના વિદ્વાન અને યોગીદ્ર એવા નાગાર્જુન નામના