________________
૧૮૬
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પહોળા વસ્ત્રને બેવડું કરીને પ્રથમ તે જળ ગળવું જોઈએ અને તે વસ્ત્રમાં આવેલા જંતુઓને પુનઃ તે જળમાં મૂકી દેવા જોઈએ. આ પ્રમાણે કરીને જે જળપાન કરે તે પરમ ગતિને પામે છે.” એ રીતે વિચાર કરીને જીવરક્ષામાં વિચક્ષણ અને ધમમા એવા શ્રીમાન્ વસ્તુપાલ મંત્રીએ ભૂતલ પર સર્વ સ્થાને જળ ગળવાને માટે વિશેષે મજબૂત ગરણાં રખાવ્યાં.
ત્યારપછી અવસર પામતાં સદાચારી અને કૃતજ્ઞ એવા તે મંત્રીઓએ પૂર્વે પોતાના પર ઉપકાર કરનારા સેમેશ્વર ભટ્ટ વિગેરેને ઘણું ભૂમિદાન આપી તેની પેદાશમાંથી તેમને આજીવિકા બાંધી આપી એટલે સેમેશ્વર કવિએ તેમની આ પ્રમાણે સ્તુતિ કરી. “કૃતજ્ઞ પુરૂષના ગુણકીર્તનથી કેણ પિતાની વાણીને ન પિષે ? પર્વત, માતંગ, કૂર્મ કે વરાહના આધારે આ પૃથ્વી નથી રહી, પણ ધીર એવા વસ્તુપાલના હાથમાં તે રહેલી છે. ધીમાન એવા દસિંહે તે પૂર્વે સૂત્ર પર વૃત્તિ કરી હતી, પણ તેજપાલ મંત્રીએ તો વિસૂત્ર (શત્રુ) પર પણ પિતાની વૃત્તિ (ખંડણી) સ્થાપી દીધી છે.”
એક દિવસે વસ્તુપાલ મંત્રી પાસે ગુરૂ મહારાજે શ્રી સ્તંભનાધીશ પાશ્વ પ્રભુની પ્રતિમાને આ પ્રમાણેને પ્રભાવ વર્ણવ્ય-“હે મંત્રિનું ! પ્રશસ્ત સંપત્તિના નિધાનરૂપ એવા સ્તંભનક નામના નગરમાં શ્રીમાન પાશ્વનાથની મૂર્તિ અત્યંત પ્રભાવવાળી છે, તેથી ત્રણે