________________
૧૮૮
શ્રીવસ્તુપાળ ચરિત્ર ભાષાંતર
શિષ્યે સિદ્ધ સ્વ રસના સ્તંભન નિમિત્તે આકાશગામિની વિદ્યાથી તેને લાવીને પેાતાની ઈષ્ટસિદ્ધિ થયા પછી સેઢી નદીના કિનારે ક્યાંક પૃથ્વીની અંદર સ્થાપન કરી દીધી. ત્યાં રહેતાં પણ દિવ્ય પ્રભાવથી કપિલા નામની ગાય સ્વયંમેય ઝરતા દૂધથી તેનુ સ્નાત્ર કરતી હતી. અનુક્રમે ગેાવાળના પુણ્યાયથી તે પ્રગટ થઈ અને ત્યાં પાંચસા વર્ષ પર્યં ત યક્ષાએ તેનુ પૂજન કર્યું. પછી કાઢ રાગથી ગળતા એવા શ્રીમાન્ અભયદેવસૂરિને મહામત્રમય જયતિહુઅણુ સ્તંત્રની શક્તિથી એ પ્રતિમા પ્રત્યક્ષ થઇ અને અસાધારણ શક્તિથી નવ અગની વૃત્તિ કરવા એ પ્રતિમાએ પ્રસન્ન થઈને તેમને નવું શરીરખળ આપ્યું. પછી તેમના આદેશથી ત્યાંના રાજા, પ્રધાન અને શ્રાવકાએ મહાત્સવ સહિત એ પ્રતિમાને સ્તંભનકપુરના પ્રાસાદમાં લાવીને સ્થાપન કરી, તેથી ત્રણે જગતમાં એ પરમ તી તરીકે પ્રસિદ્ધ થઈ. જે મનુષ્ય એ પ્રતિમાની પૂજા કરે છે તે અધિક લક્ષ્મીનુ પાત્ર થાય છે, અમૃતનાં એક બિટ્ટુ માત્રથી સમસ્ત વિષતરંગે વિલય પામે તેમ એના સ્મરણ માત્રથી સમસ્ત વ્યાધિએ વિનાશ પામે છે. એનેા સમસ્ત અદ્દભુત પ્રભાવ કહેવાને તેા કાઇ પણ શક્તિમાનૢ નથી. વાંસની એક લાકડી સમુદ્રમાં અગાધપણુ શી રીતે માપી શકે? એકવાર પણ ભાવથી જો સમ્યગ્ રીતે એને નમસ્કાર કરવામાં આવે તે તે અનેક પાપા દૂર કરીને અભીષ્ટ ફળને આપે છે.”