________________
૧૯૦
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
એવા મહાશ્રેષ્ઠીએ સાથે શ્રીમાન મંત્રીએ બધાના મનને આનંદ પમાડનાર સ્નાત્રોત્સવની શરૂઆત કરી. તે વખતે કેટલાક ભાવિક શ્રાવકા પાંચ પ્રકારની પુષ્પાંજલિ તૈયાર કરવા લાગ્યા, કેટલાક લક્ષ્મીનુ આકર્ષણ કરવા માટે શ્રાવકાને તિલક કરવા લાગ્યા, કેટલાક ધૂપધૂમ્રના ઉગમથી પેાતાના હસ્તકમળને પવિત્ર કરવા લાગ્યા, કેટલાક જળપૂર્ણ કળશ હાથમાં લેવા લાગ્યા, કેટલાક મંત્રોદ્ગારથી મનોહર એવુ ગાયન કરવા લાગ્યા અને કેટલાક ભગવતની આગળ આનંદકારી નૃત્ય કરવા લાગ્યા. પછી શ્રાવકા અને માજી ઊભા રહી ગયા, એટલે ઈંદ્ર સમાન મત્રીઓએ આગળ આવીને ભગવંત ભણી પાંચ કે સાત કુસુમાંજલિ મૂકીને સ'સારની ભ્રાંતિથી નીપજેલ થાકને દૂર કરવા સૂત્રપાઠથી પવિત્ર અને વાગકાં વાજિંત્રથી મનેાહર એવા નિળ કુંકુમ જળથી ભગવંતના અભિષેક કર્યાં. તે વખતે સંઘના આગ્રહથી તે ચૈત્યના અધ્યક્ષ એવા કવીશ્વર મલ્લવાદીને ખેલાવતાં તે આવ્યા અને જિનમદિરમાં પેસતાં દેવાએ કરાતા સ્નાત્રની શે।ભા સમાન તેમણે આર ભેલ તે મહાત્સવને જોઈને તેનું મન વિસ્મયસાગરમાં નિમગ્ન થઈ ગયુ, એટલે સમયેાચિત સદાચારને ભૂલી જતાં તે મહેશ્વર આ પ્રમાણે આલ્યા કે- અહા ! આ અસાર સંસારમાં સ્ત્રી જ એક સારરૂપ છે. ’ મલ્લવાદીએ કહેલ આ વાકય સાંભળતાં સદાચારમાં વિશારદ અને સુજ્ઞ એવા તે મત્રીએ પેાતાના ચિત્તમાં ચિતવવા લાગ્યા કે આ મઠપતિ ખરેખર અનાચારીઓમાં અગ્રેસર લાગે છે, માટે શ્રાવકેાના મધ્યમાં