________________
૧૭૦
શ્રી વસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પર્વતના અધિષ્ઠાયિક એવા કપદી નામના યક્ષનાયકે તેમજ ગિરનાર પર્વતની સ્વામિની સિંહવાહની દેવીએ પ્રૌઢ અને પવિત્ર પુણ્યના પ્રભાવથી અંતરમાં પ્રસન્ન થઈ રાત્રે એકાંતમાં તેમના ઘરે સાક્ષાત્ આવીને તે બંને ભ્રાતાઓને નિધાનની ભૂમિ બતાવી, એટલે તે નિધાનમાંથી પ્રાપ્ત થયેલા ધનથી કૃતાર્થ થયેલા બંને ભ્રાતાઓએ પાસેનાં ગામ, નગરમાં વિવિધ પ્રકારનાં ઘણું ધર્મસ્થાન કરાવ્યાં. પિતાના લઘુ ભ્રાતા સહિત ભાગ્યવંત એવા મંત્રીએ રાજ્ય પ્રતિપાલન કરતાં વસુધા પરથી દુભિક્ષનું નામ પણ જતું રહ્યું, સર્વત્ર બધા ઉપદ્ર નાશ પામ્યા અને અનીતિની સાથે સર્વ ઈતિ પણ ક્ષય પામી. બધાં દર્શને પરસ્પર પ્રેમાળ થયાં અને સુજ્ઞ જને સર્વત્ર સન્માન પામવા લાગ્યા. કળિકાળમાં પણ સાક્ષાત્ રામરાજ્યના જેવી લોકમાં
વ્યવસ્થા કરવાને તેમણે જંગલમાં કિંમતી વસ્તુઓ મૂકાવી, ચેરાનાં સ્થાન આગળ વૃક્ષોને રેશમી વસ્ત્ર વીંટાળ્યાં અને સુવર્ણ, રત્ન તથા માણિક્યનાં આભૂષણે મૂકાવ્યાં, પરંતુ તે વસ્તુઓનું હરણ કરનાર કઈ પણ ક્રૂરકમ ન નીકળ્યા.
સૂર્યોદય પામતાં શું અંધકાર ટકી શકે?” તે વખતે મુસાફર લોકે પોતાના ઘરની જેમ સુવર્ણ માણિકય તથા રને પોતાના હાથમાં ખુલ્લાં રાખીને વિકટ અટવીમાં પણ આનંદથી ચાલ્યા જતા હતા. મહિષ (પાડા) તથા અશ્વ પ્રમુખ તિર્યંચે તથા પક્ષીઓ પણ પોતપતાના.
* ઈતિ સાત પ્રકારની–જુદા જુદા પ્રકારના ઉપદ્રવરૂપ કહેવાય છે.