________________
ચતુર્થાં પ્રસ્તાવ
૧૮૩
એક જ જન્મમાં ઉપકારી થાય છે અને જ્ઞાનદાન તેા ઉભય લેાકમાં હિતકારી થાય છે; માટે પરોપકારામાં એને મુખ્ય ગણવામાં આવેલ છે.
જી અભયદાન તા સમસ્ત પ્રાણીઓને ઇષ્ટ જ છે. એનાથી આરાગ્ય, લાંબું આયુષ્ય અને અદ્ભુત સુખ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. દાન વિના ઘણાં કષ્ટાનુષ્ઠાને ક્ષાર ભૂમિમાં વાવેલ ખીજની જેમ નિષ્ફળ થાય છે. લક્ષણ ( વ્યાકરણ ) હીન વીદ્યા, રૂપહીન નાયિકા અને જ્ઞાનહીન ગુરૂ-એ નિષ્ફળ સુવૃક્ષ સમાન છે. લાચન રહિત સુખ અને બ્રહ્મધર્મ રહિત સંન્યાસીની જેમ દયાહીન બહુ ધ કા પણ શાભા પામતું નથી. ગર્ભામાં જન્મ થતાં અથવા તરૂણપણામાં યા ખાળપણામાં મરણુ, આધિ, વ્યાધિ, દૌર્ભાગ્ય, દરિદ્રતા અને બીજાં દુઃખા-એ હિ'સારૂપ વિષવૃક્ષનાં પુષ્પા છે અને નરકની તીવ્ર વેદના-એ તેનુ ફળ છે. કહ્યુ` છે કેદેવાને અળિદાન આપવા માટે અથવા યજ્ઞના નિમિત્ત જે નિર્દેય પુરૂષો પ્રાણીઓને મારે છે તે ઘાર દુર્ગતિમાં જાય છે.' માટે આહારાક્રિકના દાન કરતાં અભયદાન અધિક છે. વધ્ય પુરૂષ રાજ્ય આપનાર કરતાં પણ પ્રાણ આપનારને અધિક ગણે છે. કહ્યું છે કે- મહાદાનેનુ ફળ પણુ વખતસર ક્ષય થઈ જાય, પણ અભયદાનનું ફળ તા ક્ષય જ પામતુ નથી.
ત્રીજી ધર્મપટ્ટ'ભાન છે અને તે શય્યા, ચતુર્વિધ આહાર, વસ્ત્ર, પાત્ર વિગેરેના ભેથી બહુ પ્રકારનું છે. તે જ