________________
ચતુર્થ પ્રસ્તાવ
- ૧૮૧ ઉદ્ધાર કરાવ્યો (સમરાવ્યા); વળી જિનાર્ચનના નિમિત્તે તે મંત્રીઓએ દરેક ચિત્યમાં છત્ર, ચામર, કળશ, તેરણ, આદર્શ, દીપિકા, ચંદનદ્રવ અને પુષ્પાદિકનાં ઘણાં ભાજન, સારી ધાતુની કુંડી, વાસકુપિકા, દીપાવળી, ઘંટ, મંગળદીપક અને આરતી વિગેરે ઉપકરણે કરાવીને મૂક્યાં. તેમજ રથયાત્રા માટે રથે પણ મૂકાવ્યા. વળી પૂજામાં વિક્ત કરનારા દુષ્ટ જનોને બળાત્કારથી ઉછેદ કર્યો અને જિનધમી જનને લક્ષ્મી આપીને નિશ્ચિત કરી દીધા. વળી દરેક નગર અને ગામમાં રાજ મુદ્રા કરી દઈને પૂજાનિર્વાહનાં સાધનને તેમણે અઘાટ કરી દીધાં. પિતાના દેશનાં સમસ્ત નગરમાં શ્વેતાંબર સાધુઓની સર્વત્ર ભક્તિ કરવામાં આવતી અને પ્રતિવર્ષે પ્રત્યેક મુનિને ત્રણ વાર વસ્ત્રાદિકથી મહત્સવપૂર્વક સત્કાર કરવામાં આવતે, તેમજ અન્ય દર્શનનું પણ યાચિત સન્માન કરવામાં આવતું હતું. | સર્વ પ્રતિમાઓનાં ભાલસ્થલ કિંમતી રત્ન અને સુવર્ણનાં તિલકથી યાચિત શણગારવામાં આવ્યાં. તેમજ જિનશાસનનો ઉદ્યોત કરનાર ઉત્તમ શ્રાવકોને મુદ્રિકાદિક કિંમતી શૃંગારથી સુશોભિત કરવામાં આવ્યા. સ્તભંતીથપુર તથા ધવલપુરમાં તે મંત્રીઓ ભક્તિ અને યુક્તિપૂર્વક અનેક વખત સાધર્મિક વાત્સલ્ય કરતા હતા, રથયાત્રાઓ તથા યાત્રાર્થને સાધનારી તીર્થયાત્રાઓ કરતા હતા અને દીનજનેના મને રથ પૂરતા હતા. વળી તે મંત્રીએ પોતાની શક્તિથી મિથ્યાત્વીઓને પણ વિશ્વપાવન એવા આહંતુ