________________
૧૮૦
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સાત ક્ષેત્રમાં પિતાની લક્ષમીને સદુપયોગ કરે છે તેને જ સુશ્રાવક કહેલ છે. કહ્યું છે કે પિતે વ્રતસ્થ થઈને જે સાત ક્ષેત્રોમાં ભક્તિપૂર્વક ધર વાપરે છે તથા દીન જન પર દયા કરે છે તે મહાશ્રાવક કહેવાય છે.”
આ પ્રમાણેની ગુરૂ મહારાજની દેશના સાંભળીને તે મહમંત્રીઓ સર્વત્ર ધર્મસ્થાન કરાવવાને તત્પર થયા. તેમજ સર્વોત્તમ તીર્થ એવા શ્રી શત્રુંજય પર્વત પર નંદીશ્વર, ઈન્દ્રમંડપ, ઐરાવત તથા અષ્ટાપદ વિગેરેની રચના અને સર્વ દર્શનોને સમાન્ય એવા શ્રી ગિરનાર તીર્થ પર શ્રી શત્રુંજય, સમેતશિખર તથા અષ્ટાપદ પ્રમુખ પર્વ તેની જળ અને સ્થળ માર્ગથી દિવ્ય આરસપાણ મંગાવી તેવા કામમાં અત્યંત કુશળ એવા શેભન પ્રમુખ કારીગરે પાસે ધર્મની ઈરછાથી પૃથ્વીતલ પર ધર્મને સ્થિર કરવા તે મંત્રીઓએ દેવોને પણ અસાધ્ય એવી રચના કરાવવા માંડી. વળી તેમની આજ્ઞાથી તેમના માણસે દરેક ગામમાં કેલાસ પર્વત સમાન ઉન્નત જિનચૈત્ય કરાવવા લાગ્યા. વળી તે તે ગામમાં અને નગરમાંથી ઉપજેલા રાજભાગના ધનથી કારીગરે વિગેરેની આજીવિકા બરાબર ચાલી શક્તી હતી; અને ગામડાંઓની સીમાના કરથી દેવદ્રવ્યમાં વધારો થતો હતે. પુ વિગેરેને માટે જિનમંદિરની પાસે વાડીઓ કરાવવામાં આવી હતી.
આખી વસુધા પર પૂર્વે બનાવવામાં આવેલાં જીર્ણ જિનમંદિરને સર્વત્ર શક્તિ, યુક્તિ, અને લક્ષ્મીથી તેઓએ