________________
૧૭૨
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર દ્રગ્સને વ્યય તે તેઓ પુણ્ય નિમિત્તે કરતા અને અન્ય ધર્મકાર્યોમાં ધન ખરચવાને તે તેમને હિસાબ જ હેતે. દીન, આર્ત તેમજ ગુણવંત જનેને આશ્રય આપવા માટે દરરોજ દશ હજાર દ્રશ્ન વાપરવાને તેમને નિયમ હતો. વળી સમ્યગ્દષ્ટિ તેમજ સદાચારી શ્રાવકને તેમની પ્રાર્થના વિના મંત્રીએ લાખ દ્રશ્નની ગુપ્ત સખાવત કરી હતી. પિતાના સામર્થ્ય અને ધનથી બંદીવાનેને છોડાવ્યા વિના તે મંત્રીઓએ તેમની દૃષ્ટિ આગળ કદી પગસંચાર કર્યો નહેાતે. સર્વ પશુઓની સુધા–તૃષાને શાંત કરવા રસ્તામાં તેમણે જળ અને ઘાસનાં સ્થાને તૈયાર કરાવ્યાં હતાં. તે વખતે લોકોનાં ઘૂતાદિ સમસ્ત વ્યસનો તે ક્યાંક છુપાઈ ગયાં હતાં, માત્ર એક દાન વ્યસન જ સર્વત્ર જોવામાં આવતું હતું.
એકદા વસ્તુપાલ મંત્રીને વિચાર થયો કે આ એશ્વર્ય બધું ધર્મના પ્રભાવથી પ્રાપ્ત થયું છે, માટે હવે જગતમાં ધર્મને મહિમા અત્યંત વધારો.” એમ ધારીને પિતાના તેજપાલ બંધુ સહિત મંત્રીશ્વર ગુરૂ મહારાજને નમસ્કાર કરવા ધર્મશાળામાં આવ્યું, અને ત્યાં યથાર્થ બ્રહ્મ (બ્રહ્મચર્ય)ની સંપત્તિથી ક્ષમાશ્રમણોમાં અગ્રેસર તરીકે પ્રસિદ્ધિ પામેલા એવા શ્રી નરચંદ્ર ગુરૂને તેમણે યથાવિધિ ભક્તિપૂર્વક વંદન કર્યું, એટલે તેજસ્વી અને વિવિધ તપાચારને સેવનાર એવા ગુરૂ મહારાજે તેમને સ્વર્ગ અને મેષના સમ્યગમાગને ઉપદેશ આપતાં જણાવ્યું કે –