________________
૧૭૪
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
પડે છે, માટે અન્નદાન સર્વ કરતાં અધિક છે. દુ:ખી જનાનાં દુ:ખની શાંતિ માટે યાપૂર્વક જે દાન કરવામાં આવે છે તેને યા ( અનુક`પા) દાન કહેલ છે અને જિનેશ્વર ભગવતાએ તેના નિષેધ કર્યાં નથી. અન્નદાતાની આગળ તીર્થંકર પણ પેાતાના હાથ ધરે છે, માટે સવ દાતારામાં અન્નદાતા વધારે ઉત્તમ છે.”
આ પ્રમાણેનાં ગુરૂ મહારાજનાં વચન સાંભળીને તે મહા મત્રીઓએ સદા અન્નદાન કરવાને માટે જ્યાં સ પ્રકારનાં ભાજનની સામગ્રીથી પ્રાણીઓના મનારથ પૂરવામાં આવે એવી અનેક સ્થાનકે દાનશાળાએ બંધાવી. ત્યાં દીન જને અને અતિથિને યુક્તિપૂર્વક યથારુચિ મિષ્ટાન્ન જમાડવામાં આવતું, અને ભાજન કરાવ્યા પછી ગંધ, માલ્ય, વિલેપન અને તાંબૂલદાનથી તેમને અતિશય સત્કાર કરવામાં આવતા હતા. વળી મંત્રીના હુકમથી ધન્વંતરી સમાન આયુર્વેદને જાણનારા વૈદ્યો ત્યાં રહીને રાગી જનાની ચિકિત્સા પણ કરતા હતા, અને મંત્રીએ નીમેલા પુરૂષા વૈદ્યોના કહેવા પ્રમાણે સ્વજનેાની આદરપૂર્વક નિરંતર પથ્થ અને ઔષધની આનંદપૂર્વક સગવડ કરી આપતા હતા. વળી તે દાનશાળાએમાં યથાયાગ્ય અનેક પ્રકારનાં વસ્ત્રો પણ આપવામાં આવતાં હતાં; કારણ કે મહાપુરૂષો પુણ્યને માટે સર્વ પ્રકારના પ્રયત્ન કરતા જ રહે છે. એ પ્રમાણે વિવિધ પ્રકારનાં દાનથી પ્રાણીઓને પ્રસન્ન કરનારા અને કરૂણાના એક કયારારૂપ એવા વસ્તુપાલની કોઈ