________________
ચતુર્થ પ્રસ્તાવ
૧૭૫
કવિએ આ પ્રમાણે સ્તુતિ કરી કે-“ચિંતામણિ અને યુધિષ્ઠિર પણ જેની ખરાખરી ન કરી શકે એવા અચિ’ત્ય વસ્તુઓના દાતા તથા શત્રુઓથી રહિત વસ્તુપાલને પોતાના સ્વામી અનાવવા કાણુ ન ઈચ્છે ? વળી આ કાળમાં કલ્પવૃક્ષ તે દેશ્ય નથી તેથી પરપ્રાર્થનારૂપ દૈન્યને દૂર કરી શકે તેવુ કાઈ નથી. વળી વનસ્પતિરૂપ કલ્પવૃક્ષ પણ તુચ્છ હૃદયપણાથી અન્યની પ્રાર્થનાની તુચ્છ ઈચ્છા કરે છે એટલે તે કાઈ નિપુણ્ય વસ્તુ છે. લેાકેા દુઃખથી પરવશ થઈ ગયા છે એમ સાક્ષાત્ જોઇને વિધાતાએ આ વસ્તુપાલરૂપ એક નવીન કલ્પવૃક્ષ જ ઉત્પન્ન કરેલ છે કે જે અન્યને પ્રાર્થના વિના જ વાંચ્છિત આપે છે.” આ પ્રમાણેની સ્તુતિ સાંભળીને મત્રીએ ઋણા એવા તે કવિને ઋણમુક્ત કર્યાં અને જન્મ પંત કુટુંબ સહિત તેને નિર્વાહ થઈ શકે તેટલું દ્રવ્ય આપ્યું.
એકદા તે મંત્રીએ ગુરૂ મહારાજ પાસે જઈને દ્વાદશાવવંદન કરી તેમની સન્મુખ બેઠા, એટલે ગુરૂ મહારાજે તેમને આ પ્રમાણે દેશના આપી કે-“રાજાએ અને દેવાથી સેવિત અને દુષ્પ્રાપ્ય એવું આ જિનશાસન ભાગ્યવંત ના જ ભાગ્યયેાગે પામી શકે છે. સુરાજ્ય અને તેમાં રમ્ય નગરી મળવાં સુલભ છે, પણ સર્વજ્ઞ ભગવંતને વિશુદ્ધ ધમ પામવા દુર્લભ છે, માટે ચિંતામણિ સમાન અને વિશ્વને વંદ્ય એવું આ જિનશાસન પામીને મહાપુરૂષાએ સર્વ શક્તિપૂર્વક તેના મહિમા વધારવેા. જે જિન
* અન્યના ઋણથી—દેવાથી પીડિત.