________________
૧૭૬
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર શાસનના ઉદ્યોતને માટે ઉપયોગમાં આવે તે જ ચાતુર્ય, ઐશ્વર્ય અને સામર્થ્ય વખાણવા લાયક છે. કહ્યું છે કે “પ્ર” અક્ષર વધારે હોવાથી ભાવના કરતાં પ્રભાવના અધિક છે, કારણ કે ભાવનાથી માત્ર પોતાને જ લાભ થાય છે, અને પ્રભાવનાથી તે સ્વ-પર ઉભયને લાભ થાય છે. જિનમતમાં રહીને પ્રૌઢ પ્રાસાદ કરાવવાથી અને બિબોની પ્રતિષ્ઠા વિગેરે મહેન્સ કરવાથી ઉંચા પ્રકારની પ્રભાવના થાય છે. કહ્યું છે કે જેણે વસુધાના એક હાર સમાન એવાં છત્રીસ હજાર જબરજસ્ત જિનમંદિરે કરાવીને અને વસુધા પર કરોડે સુવર્ણ તથા મણિમય જિનમૂર્તિઓ ભરાવીને પ્રૌઢ સામ્રાજ્યલક્ષ્મીનું સંપૂર્ણ ફળ મેળવ્યું તે શ્રીમાન સંપ્રતિ રાજા કોને યથાર્થ સ્તુતિપાત્ર ન થયે?” માટે સર્વ પ્રકારનાં ઉરચ પદને ઈચ્છતા શ્રીમંતોએ જગતને આનંદ આપે તેવા જિનપ્રાસાદો કરાવવા. જે મનુષ્ય સુવર્ણ, રત્ન અને કાષ્ટાદિકનાં જિનમંદિરો કરાવે છે તે પુણ્યવંત જનોના ફળને કણ જાણી શકે ? કાષ્ટાદિકનાં જિનમંદિરમાં જેટલા પરમાણુઓ હોય છે તેટલાં લક્ષ વર્ષે પર્યત તેને કરાવનાર સ્વર્ગનાં સુખ ભોગવે છે એટલું જ નહિ પણ જેઓ તૃણનું પણ જિનમંદિર કરાવે છે તેઓ પણ જગતમાં અખંડિત વૈભવને મેળવે છે. વળી નવીન જિનમંદિર કરાવતાં જે પુણ્ય થાય તે કરતાં જીર્ણોદ્ધાર કરાવતાં આઠગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. જેણે સુવર્ણ, મણિજ્ય અને રત્નાદિકની પ્રતિમા એથી અલંકૃત અને જગતના નેત્રને આનંદ આપનાર એવાં જિનમંદિરોથી છ ખંડની ભૂમિને અખંડ શણગારી