________________
i ૧૬૮
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર માટે એ ત્રણે બિરૂદ યથાર્થ જ હતાં.
પછી મહત્સવપૂર્વક પિતાના ભવનમાં આવીને સર્વ રાજમાન્ય જનને યથાયોગ્ય દાન આપીને અને સમસ્ત બ્રાહ્મણો તથા યાચકોને પણ આનંદ પમાડીને મંત્રીશ્વરે આદરપૂર્વક જિનદર્શન અને પૂજન કર્યું. શંખ રાજા સાથે યુદ્ધ કરતાં લાગેલ દુષ્કર્મ રૂપ રજને દૂર કરવા માટે તેણે જિનપૂજા, મુનિચંદન, સંઘભક્તિ, દિનાદિકને અનુકંપા દાન તથા સ્વજનવર્ગને ઉચિત દાન આપવામાં એક કોટિદ્રવ્યને વ્યય કર્યો. કહ્યું છે કે જે પુરૂષ કુકર્મના ભેગે પાપ કરીને પછી ત્રિધા (મન, વચન કાયાથી) પશ્ચાત્તાપપૂર્વક તે પાપથી નિવૃત્ત થઈ ઉચિત દાનાદિ સત્કૃત્ય કરે છે તે વિવેકી તે પાપથી મુક્ત થાય છે.” - ત્યારપછી રાજાની આજ્ઞાથી મંત્રીશ્વર સ્તંભતીર્થ પુરમાં રહેનારા જનના ન્યાય અને ધર્મની વૃદ્ધિ કરવા પુનઃ ત્યાં આવ્યા, અને ત્યાં સ્તંભતીર્થપુરનું ઐશ્વર્ય પાળતાં, કળિ (કલહ)નું દલન કરતાં, આજુબાજુનાં ગામોના અન્યાયી મુખીઓને શિક્ષા કરતાં અને મહારાષ્ટ્ર પર્યત દુદત એવા શત્રુ રાજાઓને ઉછેદ કરતાં તેણે વીરધવલ રાજાના એક કુટુંબી જેવા તેમને બનાવી દીધા. પછી વસુધાના એક ક૯પવૃક્ષરૂપ તે મંત્રીએ તે રાજાએ (મુખીઓ)ને દંડ કરવાથી આવેલા દ્રવ્યવડે તે દેશના દરેક ગામ, નગર અને પર્વતમાં જિનમંદિરે અને જુદા જૂદા ધર્માધિકારીઓ જ્યાં રહી શકે એવાં ધર્મસ્થાને