________________
૧૬૭
ચતુર્થ પ્રસ્તાવ કર્યો. તેમજ સમસ્ત શ્રીસંઘનું સવિસ્તર અર્ચન કર્યું. પછી ધવલપુરે આવીને સુવર્ણ, અો અને માણિ
જ્યનાં ભેટણાંથી તેણે વીરધવલ રાજાને સંતુષ્ટ કર્યો. તે વખતે કઈ કવીશ્વરે રાજાની આજ્ઞા મેળવીને વસ્તુપાલ મંત્રીની આ પ્રમાણે વાસ્તવિક સ્તુતિ કરી કે-“શત્રુઓને કાળરૂપ એવા હે મંત્રિરાજ! તમે સમુદ્રના તીરે રહીને મસ્યનું રૂપ ર્યા વિના શંખને પરાજય કર્યો, માટે ખરેખર તમે પુરૂષોત્તમપણું પ્રાપ્ત કર્યું. તે વસ્તુપાલ ! તમારામાં કંઈ અપૂર્વ પાંડિત્ય જ પ્રગટ થયું લાગે છે કે એક શંખને ભંગ કરતાં તમે સમસ્ત વિશ્વને ધવલિત કરી દીધું. હે વસ્તુપાલ મંત્રિનું ! તમારા સેન્યરૂપ સોપારીમાં શંખરૂપ ચૂર્ણ ભળતાં વસુધારૂપ મુખમાં કઈ વિચિત્ર રંગ જામ્ય લાગે છે. વળી તે મંત્રિરાજ ! જ્યાં સુધી સમુદ્ર અગત્ય ઋષિના હાથમાં આવ્યું નથી ત્યાં સુધી જ તે સરિતાઓની સાથે લીલા કરે છે, પોતાના તરંગોને આકાશમાં ઉછાળી રહે છે, તીવ્ર ગજેનાથી શબ્દાયમાન થઈ રહે છે અને અજ્ઞાત સીમાવાળે દેખાય છે, તેમજ ત્યાં સુધી જ તેમાં જબરજસ્ત મગરમચ્યો ધમાલ કરી શકે છે. આ પ્રમાણેની સ્તુતિથી પ્રસન્ન થઈને શ્રીમાનું વરધવલ રાજાએ તેને ચાર હજાર સોનામહોરે બક્ષીસ આપી. પછી અત્યંત પ્રસન્ન થયેલા રાજાએ મંત્રીને ત્રણ બિરૂદ આપીને તેના પર પંચાંગ પ્રસાદ કર્યો. તેમાં પ્રથમ બિરૂદ સદીકકુળ સંહારી, બીજું શંખમાનવિમર્દન, અને ત્રીજું જ્ઞાતિપાલનવરાહ ઉલ્લાસ પામતા પુણ્યના પ્રવાહયુક્ત વસ્તુપાલ મંત્રીને