________________
- ચતુર્થ પ્રસ્તાવ
૧૬૫ વિજય થયો” એવી ઉદ્દષણ કરી અને તેના મસ્તક પર ક૯૫વૃક્ષનાં પુષ્પોની વૃષ્ટિ કરી, એવામાં કોઈ કવિએ મંત્રીશ્વરની સ્તુતિ કરતાં જણાવ્યું કે-હે મંત્રિરાજ ! આપનું સંગ્રામ-કૌશલ્ય ખરેખર અપૂર્વે જ છે. તમારા સંગ્રામરૂપ કવિએ વિજયવંત અને વિચિત્ર એવી પદસંગતિને આગળ કરી છે, તમારા ઓજસગુણની સંઘટના તે કરી જ નથી, વળી કુટિલ શબ્દને કમ ઠીક ગોઠવ્યો છે અને ચારે બાજુ પ્રસરતા દેને તે તિરસ્કાર જ કર્યો છે, તેથી હું શંખને બરાબર જાણી શક્યો છું. આ પ્રમાણેની તે કવિની કરેલી સ્તુતિથી સંતુષ્ટ થઈને મંત્રીએ તે કવિને રાજપદ્ર નગરની જકાતની આવકનું દ્રવ્ય બક્ષીશ કર્યું, કારણ કે મંત્રી કવિઓને તે કામકુંભ સમાન હતો.
પછી ત્યાંથી નિવૃત્ત થઈને સવ રાજાઓની શ્રેણિથી વિરાજમાન તથા નયજ્ઞ એ મંત્રીશ્વર જ્યાં ઉત્સવોની સારી શેભા કરવામાં આવેલ છે એવા સ્તંભતીર્થ નગરે આવ્યા. મંત્રીના નગરપ્રવેશ વખતે સિંહ પર આરૂઢ થઈને દેવીએ આકાશમાં રહી પૌરલકોને આ પ્રમાણે કહ્યું કે “જે સિંધુ રાજા સિહભટને ભ્રાતા હતો, અને સુભટના મસ્તક પર રહેલ માણિકળ્યોમાં જેના ચરણે પ્રતિબિંબિત થતા હતા, તેના પુત્ર પરાકમવંત પુરૂમાં અગ્રેસર અને પુરૂષોમાં એક વીર તરીકે પ્રખ્યાત થયેલ શંખ રાજાને આ વસ્તુપાલ પ્રધાને એક ક્ષણવારમાં જીતી લીધો છે. વળી વૃક્ષોથી વીંટાયેલા હાથીને ભારમુક્ત કરીને અને શત્રુના મુખને