________________
૧૬૪
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર રણભૂમિમાં ઝુઝતા ચાચિગદેવ વિરે શત્રુઓનાં મુખથી પણ પિતાના ભુજબળની સ્તુતિ કરાવી. પોતાના સિન્યનું ભંગાણ થતું દેખીને સંકટ પામતાં છતાં પણ સ્થિર રહીને સેમસિહે પગલે પગલે પ્રશસ્ત શબ્દ ઉચાર્યા કે- વીર પુરુષોને પોતાના પ્રાણ કરતાં પણ શત્રુ વધારે પ્રિય હોય છે એ મારે નિશ્ચય છે, કારણ કે ઉદયસિંહે શત્રુને મૂકી દીધે, તેથી તે બીજા શત્રુથી માર્યો ગયો. પછી પિતાના ખગથી ખંડિત થયેલા વીર પુરૂષના મસ્તકથી વિષમ થયેલ રણમાગમાં ક્રોધાંધ એ વિક્રમસિંહ પતિત થયે. તેમજ દુર્જનાંગુલિના દર્શનથી ભય પામતા અને વૈકુંઠમાં જવાને ઇચ્છતા એવા કુંતસિંહે જ્યાં ભાલાંઓ ચમકી રહ્યાં છે એવા યુદ્ધમાં પિતાનું પરાક્રમ દેખાડયું. પછી મંત્રીના પ્રચંડ બાહુબળથી શત્રુઓને ઘાયલ કરવાની કુશળતા જોઈને શંખ રાજા અંતરમાં ચમત્કાર પામે. તેમજ વિકારવજિત તેને સાક્ષાત્ પુરુષોત્તમ સમજીને કોપી એ શંખ રાજા પ્રબુદ્ધ થઈ ગયે. તે વખતે કપદીયક્ષ અને અંબિકા દેવીના પ્રભાવથી શંખ રાજા એક નિતેજ સૂર્ય સમાન નિર્નિમેષ લોચનવાળા દેવના જોવામાં આવ્યું. પછી વીરધવલ રાજાના પ્રધાનને મહા વીર્યવાનું અને અડગ સમજીને જેણે ઘણા રાજાઓરૂપ વૃક્ષેને કંપાવ્યાં હતાં એ મહાબળિ૪ શંખ રાજા પોતાના અપયશથી દિશાઓને આરછાદન કરતો છતે રણભૂમિમાંથી છટકીને ભાગી ગયે. એટલે જય અને જીવ એવા શબ્દ બેલતા દેવતાઓએ આકાશમાં રહી “વસ્તુપાલ મંત્રીને