________________
૧૬૨
શ્રીવાસ્તુપાળ ચરિત્ર ભાષાંતર તેમ જણાવા લાગ્યું. ભૂમિ પર પતિત થયેલા વિરેને જાણે છાયા કરવાને ઈચ્છતા હોય તેમ કેટલાક સુભટો બાણસમૂહથી ગગનાંગણમાં નિબિડ મંડપ કરવા લાગ્યા. દેવાંગનાને વરવાથી ઉત્પન્ન થયેલ અતિશય હર્ષથી જાણે પુષ્ટ થયું હોય તેમ કોઈ વીર સુભટનું ધડ રણભૂમિમાં નૃત્ય કરવા લાગ્યું. કેટલાક સુભટે જાણે પોતાને યશ હોય તેમ તેના પરાક્રમથી પ્રસન્ન થયેલા દેએ રચેલા પુષ્પમુગટને ધારણ કરવા લાગ્યા. સુભટને પાછળથી પોતાના સ્વામીનું પ્રોત્સાહન અને આગળ માગધ (ભાટ)જનોનું ઉત્તેજન-વિશેષ વિક્રમની વૃદ્ધિ કરનાર થઈ પડયું. શત્રુઓએ ખાસ મંત્રીને ઉદ્દેશીને છોડેલાં બાણે તેને ભેદી શક્યાં નહીં, કારણ કે અદષ્ટ દેવતાએ તેની રક્ષા કરવા માટે જાગ્રત હતા. એવામાં મંત્રીશ્વરની સેનાના અગ્રેસર વીર સુભટને પિતાના સિન્યના સુભટને સંહાર કરતા જોઈને અત્યંત રૂછમાન થયેલ અસંખ્યપુરને સ્વામી સંગ્રામસિંહ સમરાંગણમાં શત્રુઓને પિતાના ભુજબળનું પાંડિત્ય દર્શાવવા ધસ્પે. તે સંગ્રામસિંહની ભ્રકુટિલીલાને પણ શત્રુઓ સહન કરી શકે તેમ નહેતું, તો પછી તેની ખગની લીલાને તો કેણ સહન કરી શકે ? તેને નજીક આવેલ જેઈને જેને જીવિતની પણ પરવા નથી એ ભુવનપાલ રાજા તેની સામે ધર્યો. એવામાં રણવેશથી પરવશ થયેલે અને પિતાની સેનાને ઉલ્લાસ પમાડતે સામંત નામે શંખ રાજાને મિત્ર વચમાં પડીને તેની સામે આવ્યો. પછી શસ્ત્રયુદ્ધ કરતાં જાણે અસાધારણ મલ્લ હોય એવાં તેમનાં શસ્ત્રો