________________
૧૬૦
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
અવસરે સર્વ રાજાઓના સાંભળતાં કોઈ વિદ્વાને વસ્તુપાલની આ પ્રમાણે સ્તુતિ કરી કે - પાતે સેામવંશમાં ઉત્પન્ન થયા છતાં સૂર્ય વશી રાજાએની સ્પર્ધા કરતાં શ્રીવસ્તુપાલ મંત્રી અત્યારે શ્રીરામચંદ્રની જેમ ખરક્ષણ ( પ્રચંડ દૂષણે ) અસ્ત થવાથી સુભગ, ક્ષીરસાગરના અધ ( સેતુ )ને લીધે ( પર્યંત ) ઉલ્લુર ( વિસ્તૃત ) તથા ઉત્કટ રાવણ (પ્રચંડ શત્રુઓ )ના નાશ કરવાથી અત્યંત ભાસ્વર એવા પાતાના પ્રસરતા. યશથી આ ભૂમિને અત્યંત ભૂષિત કરી રહ્યો છે.' આ પ્રમાણે તે વિદ્વાનની કરેલી સ્તુતિ સાંભળીને મંત્રીશ્વરે તેને એક લાખ દ્રમેં ઈનામ તરીકે આપ્યા, કારણકે રાંગણમાં દાન આપવું તે જયશ્રીનુ પરમ કારણ છે.
પછી ધનુષ્યને ધારણ કરી ઉપ્ડ વી*વાનૂ એવા મ`ત્રી રણવાદ્યના નાદ સાથે શખ રાજાની સન્મુખ આવ્યેા. તે વખતે ભુવનપાલ વિગેરે રાજાએ જો કે તેની આગળ ચાલતા હતા, તથાપિ વીર પુરૂષોએ શૂરપણાથી તે મ`ત્રીનેજ તેમના આગળ ચાલનાર માની લીધા. તે વખતે રણભૂમિને માખરે આવેલા અને મુખને વિકસિત કરનારા એવા મ`ત્રીને જોઈને રણરસના રગી શખ રાજા પેાતાના હાથમાં તરવારને નચાવવા લાગ્યા, પણ રાહિણીના રાષથી રૌદ્ર થયેલ છતાં શિને જેમ દશરથ પર તરાપ મારી ન શકયા, તેમ વસ્તુપાલ સન્મુખ ઉભા રહેલ હાવાથી શખ રાજા તેની સેનામાં પ્રવેશ કરી ન શકયા. અને સૈન્યના ચાલવાથી દખાયેલ વસુધામાંથી અત્યંત રજ ઉડતાં જાણે પ્રદીપ્ત થનાર