________________
ચતુર્થ પ્રસ્તાવ
૧૬૧ પ્રતાપરૂપ અગ્નિને ધૂમરાશિ ઉઠ હોય તે ભાસ થવા લાગે. પછી બંને સૈન્યને સંગ થતાં એવો કોલાહલ મચી રહ્યો કે સમુદ્રને મહાવનિ પણ તેની પાસે મંદ જણા. બંને સૈન્યના યોદ્ધાઓએ કપાપથી પિતાનાં ધનુષ્યને નમાવતાં ભ્રકુટિને ઉંચે ચઢાવવા લાગ્યા. તે વખતે ધનુષ્યના ગુણ (દેરી)ની સાથે બાણોને સંબંધ થયે, પણ પ્રશસ્ત એવા તે વીર પુરૂષોને તો પરસ્પર વિગ્રહ શરૂ થયે. એકના કાન સાથે લાગીને અન્યના જીવિતનો નાશ કરતાં બાણો પ્રગટ રીતે દુર્જનની ચેષ્ટા કરવા લાગ્યાં. તે સંગ્રામરૂપ સત્તીર્થમાં બાણે ગુણ (દેરી અથવા ત્રિગુણ) થી મુક્ત થઈ વિકર્તન (પાપ યા બખ્તર) ને ભેદીને પર પુરૂષ (શત્રુ-સૈન્ય યા પરમાત્મા) માં લય પામ્યા. ભાથાને ત્યાગ કરીને બાણોએ તરત ધનુષ્ય સાથે સંબંધ કર્યો, કારણ કે સંકટ વખતે આગળ આવીને ઉભા રહેવું એ સંબંધીએનું લક્ષણ છે. પછી ખગધારી યોદ્ધા ખડૂગધારી સામે, ભાલાવાળા ભાલાવાળા સામે અને અસ્વાર અસ્વારની સામે આવીને ઉભા રહ્યા, અને પૃથ્વીના પ્રલય કરવા માટે અકાંડ કલ્પાંતકાળ સમાન તથા સુરાસુરથી પણ ક્ષણભર ન જોઈ શકાય એવા યુદ્ધને પ્રારંભ થયો. તે વખતે જયલમીને વરવાની ઈચ્છાથી યોદ્ધાઓએ રણભૂમિને જાણે કુંકુમલેપથી લિપ્ત કરી હોય તેમ રૂધિરથી પંકિલ કરી મૂકી. રણાંગણમાં દીર્ઘ નિદ્રા (મરણ)ને પ્રાપ્ત થયેલા વીર પુરૂષના સુખાર્થે કેટલાક સુભટેએ બાપુસમૂહથી જાણે શય્યા પાથરી હોય ૧૧