________________
૧૫૮
ચતુર્થ પ્રસ્તાવ શ્રેણિને વરસાવનાર અને પ્રખ્યાત પરાકમવાળા શંખ રાજાના ઘડેસ્વારે રણભૂમિમાં આગળ ધસ્યા. મદોન્મત્ત હાથીઓના પિતાને મદજળથી અને અોએ ખુરથી ઉડાડેલ રજને ચોતરફથી શાંત કરવા લાગ્યા. પ્રૌઢ રાજકુમારોથી પરિવૃત્ત, વિવિધ રણવાદ્યોના પટુ ધ્વનિથી વસુંધરાને જાણે બધિર (હેરી) કરતો હોય તે વીર પુરૂષમાં અગ્રેસર અને સંગ્રામના આવેગથી દુર્વાહ શંખ રાજા મદોન્મત્ત હાથીની જેમ હળવે હળવે મંત્રિસેનાની સન્મુખ ચાલવા લાગ્યો, તે વખતે અત્યંત ઓજસ્વી અને રણભૂમિમાં સામે ધસી આવતા શંખ રાજાના સુભટોને જોઈને વસ્તુપાલ મંત્રીએ નિર્ભય થઈને પિતાની સેના એકદમ સજજ કરી. તે અવસરે જાણે જયશ્રીને વરવાને ઉસુક બન્યા હોય તેમ વિર સુભટો ચંદન, અગર, કપૂર, કસ્તુરી અને કુંકુમનાં તિલક કરવા લાગ્યા અને ચતુર સચિવેશ્વરે સર્વ પ્રકારની સામગ્રીથી ઉપસર્ગને દૂર કરનારી એવી શ્રી પાર્શ્વ પ્રભુની પૂજા કરી. પછી અર્જુન જેવા પરાક્રમી સામતપાલ વિગેરે રાજાઓની સાથે વસ્તુપાલ મંત્રીએ તથા ભુવનપાલ રાજાએ બખ્તર ધારણ કર્યા, પરંતુ રણભૂમિના રંગથી વિકાસ પામતા સત્વને લીધે વસ્તુપાલ પ્રધાનનું શરીર બખ્તરમાં સમાયું નહીં. પછી ઈંદ્ર સમાન પરાક્રમી એ મંત્રી ઉચ્ચશ્રવાને જીતનાર તથા પિતાના હેકારવથી શત્રુઓને ત્રાસ પમાડનાર અશ્વ ઉપર આરૂઢ થયે. તે વખતે સુવર્ણના પાખરથી બંને બાજુ પાંખવાળા ગરૂડ સમાન લાગતા તે અશ્વ પર આરૂઢ થયેલ મત્રી વિષ્ણુ સમાન ભવા લાગ્યા. એ