________________
ચતુર્થ પ્રસ્તાવ
૧૫૭
મંદ મંદ વાવા લાગે. ન્યાય અને ધમની વૃદ્ધિ કરવાને ઈરછતા એવા તે મંત્રીની સાથે ચારે બાજુથી સેના વધવા લાગી. તે વખતે વિવિધ વાજિંત્રેના નાદ અને બંદીજનના જયરવથી આકાશ એક વનિમય થઈ ગયું. અનુક્રમે શત્રુએનું મર્દન કરનારાઓમાં અગ્રેસર એવા તેણે શંખ રાજાના સમાડામાં આવીને છાવણી નાખી; એટલે ક્ષત્રિયકુળમાં સૂર્ય સમાન એ ભુવનપાલ નામે રાજા મંત્રીના આદેશથી પિતાના સૈન્ય સહિત આવીને મળે. શત્રુઓનું સન્મ મળતાં પિતાના પ્રાણની અને દીનતા બતાવનાર યાચક મળતાં પિતાના ધનની જે ગણના જ કરતા નથી એવા ચાહુમાન વંશમાં ઉત્પન્ન થયેલા અને જાણે ગંગાના પ્રવાહ હોય તેવા સામતપાલ વિગેરે સુભટે પણ તેના સિન્યરૂપ સાગરમાં દાખલ થયા. તેમજ બીજા પણ અનેક ગામ અને નગરના અધિપતિએ પોતપોતાનાં સિન્ય સહિત વિરધવલ રાજાની આજ્ઞાથી ઉત્સાહ સાથે મુકરર કરેલી રણભૂમિમાં દાખલ થયા.
હવે ચરપુરૂષના મુખથી સેંકડો ક્ષત્રિયેથી વ્યાપ્ત એવું વસ્તુપાલ મંત્રીનું સન્મ પિતાના દેશના સીમાડા ઉપર આવેલું સાંભળીને સત્ત્વવંત જનમાં અગ્રેસર એ શંખ રાજા પ્રૌઢ વાયુથી સાગરની જેમ પોતાના ઓજસુથી સવગે ઉશ્કેરાઈ ગયો. તે વખતે કે પાયમાન થયેલ એ તે તરવારથી, કૃતાંત (યમ)ની સાથે મળેલા અને કલ્પાંત કાળમાં ઉશ્કેરાઈ ગયેલા શંભુની જેવું લાગતું હતું. પછી શસ્ત્રના અધિષ્ઠાયક દેવને પૂજામહેત્સવ કરીને ઉત્સાહ સહિત પગલે