________________
' તૃતીય પ્રસ્તાવ
૧ ૩૦
ફળ આપવામાં કલ્પવૃક્ષ સમાન ધર્મદેશના સાંભળીને મંત્રી પરમ પ્રમોદ પામ્યા, અને શ્રેષ્ઠ શ્રાવકોમાં અગ્રેસર તથા વિવેકી એવા તેણે ગુરૂમહારાજને દ્વાદશાવર્ત વંદન કર્યું. પછી દુઃસ્થિત લોકો ઉપર દ્રવ્યદાનરૂપ મેઘ વરસાવી તેમના દારિદ્રયરૂપ અગ્નિના તાપને શમાવતે તે પિતાને ઘેર આવ્યા. ત્યારપછી દેવપૂજા, અતિથિસત્કાર, દાન અને ભેજનાદિ ઉચિત ક્રિયા કરીને એક આસન પર બેસી સુધાસ્વાદ સમાન અને રાજ્યવ્યાપારને ઉચિત એવી વાતચીતમાં બહુ વખત ગાળીને ચતુર આશયવાળા તથા પરમાનંદમાં મગ્ન એવા તે બંને ભ્રાતા સાથે બેસીને આર્યજનને ઉચિત એવાં પુણ્યકાર્યો કરવાની ઈચ્છાથી પરસ્પર વિચાર કરવા લાગ્યા કે-“કૃપણની લક્ષ્મી ઘરની કુઈ (વાવ) સમાન છે, વ્યવહારીઆઓની લમી નગરવાપી સમાન છે, વેપારીઓની લકમી ઘરની તલાવડી સમાન છે અને રાજાઓની લક્ષ્મી તે નદી સમાન છે. પુત્રવત્સલ એવા પિતાનાં પતિ પર જેમ દુરાચરણી સ્ત્રી હસે તેમ શરીરને પવનાર પર મૃત્યુ અને ધનને ગે પવનાર પર પૃથ્વી હસે છે. લક્ષ્મીને સમુદ્રજળને સંગ થયેલ હોવાથી તે નીચ ગમન કરે છે, વળી કમલિનીને સંગ થયેલ હોવાથી તેના પગમાં કાંટા વાગવાને લીધે તે ક્યાંય પણ પિતાનાં પગને સ્થિર રાખી શકતી નથી અને તે સમુદ્રમાંથી વિષની સાથે ઉત્પન્ન થયેલ હોવાથી માણસેના ચૈિતન્યને તરત આચ્છાદિત કરી નાખે છે; માટે સુજ્ઞ પુરૂષ તેને ધર્મસ્થાનમાં જોડી દઈને સફળ કરવી. આપણે રાજસેવારૂપ લતાને ફળરૂપે આ સંપત્તિ પામ્યા છીએ, તે.