________________
૧૪૮ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર દાનથી પ્રસરતી તમારી કીતિ ચારે બાજુ સમુદ્રોના અંત પર્યત સંચરે છે, છતાં મિત્રાઈની ફરજથી હું તમને કંઈક હિત કહેવા માગું છું; કારણ કે હિતની વાત સર્વને કહેવી અને મહાપુરૂષને તો તે વિશેષે કહેવી. સર્વ વ્રતમાં બ્રહ્મચર્યની જેમ વિનય એ બધા ગુણમાં રાજા સમાન છે, એમ પ્રાજ્ઞ વ્યવહારીએ એકી અવાજે કબૂલ કરે છે. જેમાં લાવણ્ય વિનાનું રૂપ કેઈને ગમતું નથી તેમ વિનય વિના ચાતુર્યાદિ ગુણો શોભતા નથી. ચારે બાજુ ઉલ્લાસ પામેલી, શસ્યશ્રેણિને જેમ દુષ્ટ વાયુ નાશ કરે છે તેમ દુર્મદ પ્રાણીની સદગુણશ્રેણિને ધ્વસ્ત કરી નાખે છે, માટે અત્યંત ઉદયને આપનાર એવી વિનયવૃત્તિને સ્વીકાર કરી સત્વર મારી પાસે આવી નિર્ભય થઈને મારે તાબે થાઓ.” આ પ્રમાણેનું ભટ્ટનું કથન સાંભળતાં જેના મુખ પર અત્યંત ક્રોધની છાયા સતેજ થઈ ગઈ છે એ સદીક તરતજ બોલ્યા કે-“પૂર્વે ઘણા રાજાઓ અને સેંકડે મંત્રીઓ થઈ ગયા, પણ આવું નિષ્ફર વચન કેઈએ મને કદાપિ સંભળાવ્યું નથી. સમુદ્રમાં નદીના પ્રવાહની જેમ બોલાવ્યા વિના પણ સહુ કેઈ કાર્ય નિમિરો મારે ઘેર મળવાને આવે છે, પણ રંકના ઘરે સમ્રાટ્રની જેમ સમસ્ત ઋદ્ધિથી વૃદ્ધત્વ પામેલ હોવાથી હું કઈ નરેન્દ્રના ઘરે પણ જતો નથી, તે કુવાને દેડકા સમાન આ દુબુદ્ધિ મંત્રી આ નગરમાં અત્યારે આવો નવીન માર્ગ શા માટે ચલાવવા માગે છે? નંદન વનના કલ્પવૃક્ષની જેમ તેને જે જે જોઈએ તે તે હું અહીં ઘર બેઠેજ આપી શકું તેમ છું. ઉંદરને ચેખાના